દ્વારકા તથા ભાણવડમાં બે સ્થળોએ જુગાર દરોડા: સાત મહિલાઓ સહિત બાર ઝડપાયા

  • April 07, 2021 08:01 PM 

દ્વારકા તાલુકાના મેવાસા ગામે ગત સાંજે સ્થાનિક પોલીસે વાડી વિસ્તારમાં જુગાર દરોડો પાડી, બાવળ નીચે જાહેરમાં ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા સુમરાભા પબુભા કેર, મીયાભા હધુભા માણેક, કારુભા પુંજાભા સુમાણી, મેરૂભા વાલાભા માણેક અને ભાયાભા રાયદેભા કેર નામના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 10,270/-  નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

અન્ય એક જુગાર દરોડામાં ભાણવડ પોલીસે ટાઉન વિસ્તારમાંથી રમીલાબેન રસિકભાઈ વારંગિયા, જાનુબેન ભીખુભાઈ ઉર્ફે ઈશાકભાઈ હિંગોરા, ભાનુબેન માલદેભાઈ સિંગરખીયા, શેરબાનુ મહેબુબભાઇ રફાઈ, વાલીબેન મનુભાઈ સોરઠીયા, રોશનબેન ઓસમાણભાઈ હિંગોરા, અને અમીનાબેન મામદભાઈ સમા નામના સાત મહિલાઓને ઝડપી લઇ રૂપિયા 2,400/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS