જિલ્લામાં બે જગ્યાએ આઇ.પી.એલ.ની મેચ પરનો જુગાર ઝડપાયો

  • May 28, 2025 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર જિલ્લામાં બે જગ્યાએ આઇ.પી.એલ.ની મેચ પર જુગાર રમતા ત્રણ શખ્શોને ૪૦,૭૦૦ના મુદ્ામાલ સાથે માધવપુર પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડયા છે. 
એલ.સી.બી.નો પોરબંદરમાં દરોડો
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલતા ૨૦-૨૦ ઓરના આઇ.પી.એલ.-૨૦૨૫ ટુર્નામેન્ટની મેચો ઉપર સટ્ટો રમતા ઇસમોને પકડી પાડવા સુચના આપેલ હોય. જે અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ લક્ષમણભાઇ ઓડેદરા તથા જીતુભાઇ દાસાને મળેલ હકીકતના આધારે છાયા મા‚તીનગર  ચાર રસ્તાથી આગળ રતનપર રોડ,વચ્છરાજ પાન પાસે રાજુ લાખાભાઇ ઓડેદરા ઉ.વ. ૩૪ રહે. છાયા રતનપર જતા રસ્તે મા‚તીનગર પોરબંદરવાળાને ૨૦-૨૦ ઓવરના આઇ.પી.એલ. -૨૦૨૫ ટુર્નામેન્ટમાં લખનઉ સુપર જાયન્ટસ તથા રોયલ ચેલેન્જ બેંગલોરની ટીમોના ક્રિકેટ મેચ પર પોતાના મોબાઇલ ફોનમાં વેબસાઇટ ઉપરની આઇ.ડી.માં ખેલાડીઓના રનફેર તથા ઓવર ઉપર હારજીતનો જુગાર રમતા મોબાઇલ ફોન ૧ કિંમત. ‚ા.૧૦,૦૦૦ તથા રોકડા  ‚ા. ૧૦,૨૦૦ મળી કુલ ‚ા. ૨૦,૨૦૦ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપી ઉપર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ક્રિકેટ સટ્ટાનો ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરીમાં એલ.સી.બી.  ઇન્ચાર્જ પી.આઇ. આર.કે.કાંબરીયા, એ.એસ.આઇ. રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ પઠાણ, ઉદયભાઇ વ‚, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઇ ચૌહાણ તથા ડ્રાઇવર રોહિતભાઇ વસાવા વગેરે રોકાયેલા હતા.
માધવપુરમાં દરોડો
માધવપુર પોલીસ મથક વિસ્તારમાં હેડ કોન્સ્ટેબલ ચંદ્રેશભાઇ સોલંકી અને ધર્મેશભાઇ વાળા પેટ્રોલીંગમાં હતા ત્યારે એવી માહિતી મળી હતી કે માધવપુરમાં હનુમાન મઢીની પાસે અમુક લોકો ભેગા થઇને આઇ.પી.એલ.ની મેચ અંગે ખેલાડીઓને નંબરની ચીઠ્ઠી બનાવીને જુગાર રમી રહ્યા છે તેથી પોલીસે તાત્કાલિક ત્યાં દરોડો પાડયો હતો જેમાં એક માધવપુરના કાનાવાવ વાડી વિસ્તારમાં રહેતો મનસુખ માંડા ભરડા અને બીજો માધવપુરની વાજા શેરીમાં રહેતો ધાર્મિક લખમણ કામરીયા હોવાનું જણાવ્યુ હતુ અને ૧૫,૫૦૦ની રોકડ તેમજ ૫૦૦૦ના મોબાઇલ સહિત ૨૦,૫૦૦નો મુદ્ામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application