ગોંડલમાં ખોડીયારનગર વિસ્તારમાં રાધાપાર્કમાં રહેતા શખસના મકાનમાં પોલીસે દરોડો પાડી અહીં જુગાર રમતા હાર્ડવેરના ધંધાર્થી– વેપારી સહિત પાંચ શખસોને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડ પિયા ૬૨,૪૦૦ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી.ગોસાઈની રાહબરી હેઠળ એએસઆઈ રમેશભાઈ પરમાર, કોન્સ્ટેબલ શકિતસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ગોહિલ, શૈલેષભાઈ દવે, નિલેશભાઈ ભાદરકા સહિતનાઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી બાતમીના આધારે અહીં ગોંડલમાં ખોડીયારનગર રાધા પાર્કમાં રહેતા રાહત્પલ પાટોડીયાના મકાનમાં દરોડો પાડો હતો. પોલીસે અહીં જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા.
જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં રાહત્પલ ગીરધરભાઈ પાટડીયા (ઉ.વ ૩૨), સંદીપ મગનભાઈ સાવલિયા(ઉ.વ ૩૫), ગૌતમ જયંતીભાઈ રૈયાણી(ઉ.વ ૩૮), અંકિત રતિલાલ રૈયાણી(ઉ.વ ૩૩) અને અલ્પેશ લાલજીભાઈ હિરપરા(ઉ.વ ૪૫) નો સમાવેશ થાય છે પોલીસે પટમાંથી રોકડ પિયા ૬૨,૪૦૦ કબજે કરી આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં તણી સાથે બિભસ્ત હરકતો કરનાર ઢગાને ૨૦ વર્ષની જેલ
May 15, 2025 01:00 PMજામનગર-ધ્રોલમાં જુગાર રમતી ૩ મહિલા સહિત ૭ની અટકાયત
May 15, 2025 12:58 PMકર્નલ સોફિયા કુરેશી પર શિખર ધવનની પોસ્ટ વાયરલ
May 15, 2025 12:49 PMઅરમાન મલિકને જોઈએ છે હથિયારનું લાઇસન્સ, કહ્યું- મને ધમકીઓ મળી રહી છે, મારા જીવને જોખમ છે
May 15, 2025 12:40 PMજામનગર: બોર્ડનું પરિણામ વઘ્યું, એન્જીનીયરીંગમાં ૨થી૫ ટકા મેરીટ ઉંચુ રહેશે
May 15, 2025 12:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech