અમરેલીના સહજ મેરેજ હોલમાં ચાલતું જુગારધામ ઝડપાયું

  • March 04, 2025 10:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આવેલા સહજ મેરેજ હોલમાં ચાલતા જુગારધામ ઉપર સીટી પોલીસે દરોડો પાડી નવ શખસોને રોકડ, સાત મોટરસાઇકલ, નવ મોબાઈલ સહીત રૂ.૩,૦૬,૬૬૦ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ જુગાર હોલ સાંભળતો શખસ પોતાના અંગત ફાયદા માટે રમાડતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.


અમરેલી સીટી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, ચક્કરગઢ રોડ,ફાટક પાસે આવેલ સહજ મેરેજ હોલમાં જુગાર રમાડી મોટા પ્રમાણમાં પૈસાની હારજીત કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે પોલીસએ દરોડો પાડી રાજેશ લવજીભાઇ વાઘેલા (રહે.તરવડા તા.જી.અમરેલી), દિપક દામજીભાઇ દુહેરા (રહે.અમરેલી ગોકુળનગર), કલ્પેશ પ્રવિણભાઇ વાઘેલા (રહે.અમરેલી), જયેશ પ્રવિણભાઇ વાઘેલા (રહે.અમરેલી ભોજલપરા), દિપક હિમતભાઇ દુહેરા (રહે.અમરેલી, સરદારનગર શેરી નં.૩), ગૌરવ મગનભાઇ વરસાણી (રહે.અમરેલી, કપોળ બોર્ડીંગ પાસે), (૭)કરણ રવજીભાઇ ચાવડા (રહે.અમરેલી,ધરમનગર), રાજેશ મનસુખભાઇ દુહેરા (રહે.અમરેલી, શુભલક્ષ્મીનગર) પ્રકાશ જમનાદાસ ચાવડા (રહે.અમરેલી, લાઠી રોડ, પુષ્કરધામ ૧-૨ની અંદર)ને ઝડપી લઇ રોકડ, મોબાઈલ અને પાર્કિંગમાં રાખવામાં આવેલી સાત જેટલી બાઈક મળી કુલ રૂ.૩,૦૬,૬૬૦નો મુદામાલ કબ્જે કરી પુછપરછ હાથ ધરતા આ જુગાર કરણ રવજીભાઇ ચાવડા પોતાના અંગત ફાયદા ઉઘરાવી રમાડતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ સામે ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application