પ્રભુ વિલા ફાર્મ–રિસોર્ટમાં જુગાર કલબ પકડાઈ પોલીસે સંબંધો સાચવ્યા કે શરતચૂક થઈ ?

  • November 30, -0001 12:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ નજીક કુવાડવા હાઈવે પર આવેલ પ્રભુવિલા ફાર્મ રિસોર્ટમાં વિલા ભાડે રાખીને અલગ અલગ સ્થળે છેલ્લ ા ૧૦ દિવસથી ધમધમતી જુગાર કલબ ક્રાઈમ બ્રાંચને નજરે પડી હતી અને ગઈકાલે છાપો મારી ૧૪ જુગારીને ૨.૬૩ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. જસદણના શખસ સંચાલીત જુગાર કલબમાં રાજકોટ ઉપરાંત જસદણ, આટકોટ, સરધાર, કોટડા સાંગાણીના અરડોઈ સહિતના સ્થળેથી પતાપ્રેમીઓ પત્તા ટીંચવા આવતા હતા. સામાન્ય રીતે જુગારના દરોડામાં પોલીસ દ્રારા તાત્કાલીકપણે વિગતો જાહેર થતી હોય છે અને સ્થળના તથા જુગારીઓના ફોટા પણ મુકવામાં આવતા હોય છે. જયારે વિલા ફાર્મની જુગાર કલબની વિગતોની અલગથી પ્રેસનોટ કે ફોટા મુકાયા ન હતા. પોલીસે કોઈ સંબંધો સાચવ્યા ?, કોઈ ભલામણ હતી ? કે પછી ઉતાવળે શરતચુક રહી ગઈ ?

કુવાડવા હાઈવે પર આવેલા પ્રભુ વીલા ફાર્મ રીસોર્ટમાં ભાડે રાખીને જસદણના સરદાર પટેલનગરમાં રહેતો દિપક જયંતીભાઈ હીરપરા ઉ.વ.૩૬ જુગાર કલબ ચલાવતો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.ડી.ગોંડલીયાની સુચનાથી પીએસઆઈ ડી.સી.સાકરીયા, કુલદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. જુગાર રમવા આવેલા જસદણના પોલારપર રોડ પર રહેતા અશોક બટુકભાઈ બાવળીયા ઉ.વ.૫૪, ચીતલીયા કુવા રોડ પર હીરપરાનગરના સ્વાતી પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતો સાગર ઉર્ફે સંજય રમેશભાઈ હીરપરા ઉ.વ.૩૦ને જુગાર સંચાલક દિપક સાથે પકડી લેવાયા હતા.

આ ઉપરાંત જુગાર રમવા આવેલા અન્ય શખસો સરધારના રાજેશ આંબાભાઈ ઠુંમર ઉ.વ.૪૦, જસદણના પાંચવડાના બાબુ રાઘવીભાઈ રૂપારેલીયા ઉ.વ.૫૦, આટકોટના શિવુભા કાળુભા રાયજાદા, જસદણના આટકોટ રોડ પર જલારામ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર રણજીતભાઈ બોરીચા ઉ.વ.૪૨, ચીતલીયા કુવા રોડ પર ગોવિંદનગરમાં રહેતો ધર્મેશ જીવરાજભાઈ ભુવા ઉ.વ.૨૫, પાંચવડાના વિજય મનસુખભાઈ મેઘાણી ઉ.વ.૩૮, અરડોઈના હાદિર્ક વિનોદભાઈ મણવર ઉ.વ.૩૨, જસદણના લમણનગરના સંજય લમણભાઈ રૂપારેલીયા ઉ.વ.૪૦, જસદણના ગોેવિંદનગરમાં રહેતો વિજય વિઠ્ઠલભાઈ પાડલીયા ઉ.વ.૩૬, સરધારમાં ભાડલા રોડ પર રહેતો જીજ્ઞેશ રમણીકભાઈ ઉજીયા ઉ.વ.૩૯ તથા રાજકોટમાં ૧૫૦ ફત્પટ રીંગરોડ પર પુનીતનગર પાણીના ટાંકા પાસે તપન હાઈટસમાં રહેતો નીતીન કાંતીભાઈ કાથરોટીયા ઉ.વ.૪૮ને ઝડપી લેવાયા હતા. છ ઈસમો વેપાર કરે છે, ચાર હીરાઘસુ, બે ખેડૂત, એક ગેરેજ અને સેન્ટ્રીંગ કામ કરે છે. પોલીસને ૧.૨૭ લાખની રોકડ ૧૦ મોબાઈલ મળી ૨.૬૩ લાખનો મુદ્દામાલ હાથ લાગ્યો છે.
જુગારના સંચાલક દિપક છેલ્લ ા ૧૦ દિવસથી જુગાર રમાડતો હતો. આ વિલા ફાર્મ પર પોલીસે દરોડો પાડયો ત્યાં કોઈ વાહનો પણ પોલીસને હાથ લાગ્યા નથી. જુગાર બાબતની કોઈને ખબર ન પડે તે માટે સંચાલક દ્રારા જ રમવા આવનારાને અલગ અલગ વાહનોમાં લઈ આવવાની સવલત અપાતી હતી ? કે પછી વાહનો પોલીસને મળ્યા નહીં ? અલગ અલગ શહેર–ગામથી આવતા જુગારીઓ પગપાળા તો આવતા ન હોય. આ જુગારીઓ વિલા પર જુગાર રમવા પહોંચતા હતા તો કઈ રીતે આવતા હતા ? આ વિલાનો માલીક પણ તે બાબતની કોઈ વિગતો પણ જાહેર થઈ નથી. સ્થાનીક પોલીસ અંધારામાં રહી ગઈ અને ક્રાઈમ બ્રાંચ આવી ચડી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application