જયપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શરદ પૂર્ણિમાના અવસર પર આયોજિત ખીર વિતરણ કાર્યક્રમ દરમિયાન અમુક અજાણ્યા લોકો છરી અને લાકડીઓ લઈને ધસી આવ્યા હતા અને સંઘના કાર્યકરો પર હુમલો કરી દીધો હતો. જેના પગલે ઘડીભર સમારોહમાં નાસભાગ મચી ગઈ હતી. આ હુમલામાં 7 થી8 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ઈજાગ્રસ્તોને તાબડતોબ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જયપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યક્રમ દરમિયાન ચાકુ અને લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો હતો.આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી. જયપુરના કરણી વિહારમાં ખીર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન છરી અને લાકડીઓ લઈને આવેલા કેટલાક અજાણ્યા લોકોએ સંઘના કાર્યકરો પર હુમલો કર્યો હતો. હુમલામાં 7 થી 8 કાર્યકતર્િ ઘાયલ થયા હોવાની વિગતો છે. ઘાયલોની જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, ધારાસભ્ય ગોપાલ શમર્િ અને અન્ય લોકો ઘાયલોની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ડીસીપી અમિત કુમારે જણાવ્યું હતું કે, આ ઘટનામાં સાતથી આઠ લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે એસએમએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
મંત્રી કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડક હોસ્પિટલ દોડી ગયા હતા અને ઘાયલોના હાલચાલ પૂછ્યા હતા. તેમણે આ તકે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં કાયદાનું જ રાજ રહેશે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કર્નલ રાઠોડે કહ્યું કે, ’ખીર વિતરણ કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન ચાલી રહ્યું હતું. આ દરમિયાન 2-3 લોકો ત્યાં આવ્યા હતા અને પહેલા મોટા ખીરના વાસણને લાત મારી હતી અને પછી અપશબ્દો બોલવા લાગ્યા હતા. લોકોએ તેમને સમજાવ્યા હતા. આ દરમિયાન તેમણે 7-8 લોકો પર છરી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ તે લોકોને ત્યાં પકડી લીધા અને તે હાલ પોલીસ કસ્ટડીમાં છે.
રાજસ્થાન ભાજપ્ના ભૂતપૂર્વ વડા અરુણ ચતુર્વેદીએ જણાવ્યું કે, આરએસએસ શરદ પૂર્ણિમાના અવસર પર ખીર વહેંચવાનો કાર્યક્રમ ઉઓજાયો હતો જેમાં અચાનક ચાકુ અને અન્ય હથિયારોથી સજ્જ હુમલાખોરોએ સભામાં હુમલો કર્યો અને લોકોને ઈજા પહોંચાડી હતી.ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને હુમલાનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech