જૂનાગઢ જિલ્લામાં જુગારના પાંચ દરોડાઓમાં ૨.૮૩ લાખના મુદ્દામાલ સાથે ૩૯ જુગારીઓ ઝડપાયા

  • August 21, 2024 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જુનાગઢ જિલ્લામાં જુગાર ની બદીને ડામવા પોલીસ દ્રારા સ્ધન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લ ામાં માણાવદર, વંથલી કેશોદ, જુનાગઢ તાલુકાના મજેવડી અને વિસાવદરના લીમધરા સહિત ૫ સ્થળોએ પોલીસે દરોડો પાડી ૨.૮૩ લાખના મુદ્દામાલ સાથે ૩૯ જુગારીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
જુનાગઢ તાલુકાના વાલા સીમડી ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા મનોજભાઈ ઠાકોર, જેનતીભાઈ ઠેસીયા, જયસુખભાઈ સિદપરા, નરેન્દ્ર ભાઈ સરધારા, રાજેશભાઈ સાણંદિયા, આશિષભાઈ બાબરીયા, મયુરભાઈ આસોદરીયા અને મયુરભાઈ ડાંગર ને ૫૪,૮૦૦ ની રોકડ, ૮ મોબાઇલ મળી ૯૦,૩૦૦ ના મુદ્દા માલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
તો જિલ્લ ામાં જુગારના અન્ય દરોડામાં વંથલીના નાવડા ગામે હરસુખભાઈ ચૌહાણ તેના મકાનમાં જુગારની કલબ ચલાવતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા હસનભાઈ દલ, રાજેશભાઈ સોલંકી, વસંતભાઈ વડીયાતર, સુલેમાનભાઈ સાંધ, અહેસાન ભાઈ સેતા ને ૧૭ હજારની રોકડ, ૨ બાઈક અને પાંચ મોબાઇલ મળી ૯૨ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
કેશોદના ઉતાવળી નદીના કાંઠે તોફિકભાઈ શાહમદાર તેના મકાનમાં જુગારની કલબ ચલાવતા હોવાની બાતમીને આધારે કેશોદ પોલીસે કરોડો પડો હતો અને જુગાર રમતા અયાન ભાઈ જેઠવા, હિતેશ ડોડીયા, ઇલિયાસભાઈ સુફિયા, ઈર્શાદભાઈ મહિડા, સતાર ચૌહાણ અને જમનદાસ છોડવાડિયાને ૨૨ હજારની રોકડ અને સાત મોબાઈલ મળી કુલ ૩૬ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
માણાવદરના થનિયાણા ગામે જાહેરમાં જુગાર રમતા રમણીકભાઈ મકવાણા, માનસિંગભાઈ બાબરીયા, સંજયભાઈ મકવાણા, હરેશભાઈ બાબરીયા, રાજેશભાઈ બાબરીયા, વાલજીભાઈ પરમાર, સાગરભાઇ મકવાણા, નીતિનભાઈ મકવાણાને ૧૦,૭૦૦ ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
જિલ્લામાં કેશોદના  મોવાણા ગામે વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા અરવિંદભાઈ  જાહેરમાં જુગાર રમતા અરવિંદભાઈ હદવાણી, મુકેશ ભાલોડીયા, મનસુખ વણપરીયા, રાજેશ ભાલોડીયા, ધી હદવાણી, હરસુખભાઈ ડઢાણીયા, ગિરધરભાઈ મારડિયા, પ્રતિક ભાલોડીયા ને ૫૩૬૦૦ ની રોકડ સાથે પોલીસે ઝડપે લીધા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application