સિહોરના ઘાંઘળીમાં આવેલી એક સ્ટીલ કંપનીમાં કામ કરતા શ્રમિકો વચ્ચે ચાલી રહેલી મજાક-મશ્કરી દરમ્યાન બનેલી વિચિત્ર ઘટનામાં એક શ્રમિક યુવાનના ગુદા માર્ગે નોઝર લગાવી અન્ય શ્રમિકોએ કમ્પ્રેસર શરૂ કરી દેતા યુવાનના શરીરમાં હવા ભરવા કારણે તેની સ્થિતિ અતિ ગંભીર બની જતા તેને તાબડતોબ સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ સિહોરના ઘાંઘળીમાં આવેલી ઈલાપ સ્ટીલ કંપનીમાં કામ કરતા કેટલાક શ્રમિકો વચ્ચે આજે વ્હેલી સવારે મજાક-મશ્કરી ચાલી રહી હતી તે દરમ્યાન બનેલી એક વિચિત્ર ઘટનામાં મુન્નાભાઈ વશરામભાઈ ગોહેલ(ઉ. વ. ૩૫)ને અન્ય સાથી શ્રમિકો એ મજાક-મશ્કરીમાં ગુદા માર્ગે નોઝર લગાવી કમ્પ્રેસર શરૂ કરી દીધું હતું. અને થોડી વારમાંજ મુન્નાભાઈના શરીરમાં હવા ભરાતા તેની સ્થિતિ ગંભીર બની જતા દોડધામ મચી હતી.
દરમ્યાનમાં મુન્નાભાઈને તાબડતોબ ૧૦૮ મારફત અત્રેની સર્ટી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech