ગડકરીએ ખડગે અને જયરામ રમેશને લીગલ નોટિસ ફટકારી

  • March 02, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કથિત ભ્રામક અને અધૂરો વીડિયો શેયર કરવાને લઈ કોંગ્રેસ પાર્ટીને લીગલ નોટિસ મોકલી છે. નોટિસમાં ગડકરીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પાર્ટીના મહાસચિવ જયરામ રમેશને માફી માગવા કહ્યું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર શેયર કરવામાં આવેલો વીડિયો આખો નથી અને તેની સાથે છેડછાડ કરવામાં આવી છે.નોટિસમાં એ પણ કહેવામાં આવ્યું છે કે વૈચારીક રીતે વિરોધી રાજકીય દળના સભ્ય હોવાના કારણે કોંગ્રેસ પાર્ટી તરફથી જાણી જોઈને ખોટી પોસ્ટ કરવામાં આવી છે.
નોટિસમાં કેન્દ્રીય મંત્રીના વકીલે કહ્યું છે કે વીડિયોના કેપ્શનને જાણી જોઈને છુપાવવામાં આવ્યુ છે. આ બદનામ કરવાનું ષડયત્રં છે. વીડિયોને લઈ આપવામાં આવેલું શીર્ષક પણ બિલકુલ ખોટુ છે અને તથ્યાત્મક રીતે વાતોને તોડી મરોડીને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વકીલે કહ્યું કે મારા અસીલનું અપમાન કરવા અને તેને નીચુ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને પાર્ટીની વચ્ચે મતભેદ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પોતાની સોશિયલ મીડિયા સાઈટ પર મારા કલાયન્ટ વિશે પુરી રીતે જાણ્યા બાદ જ કોઈ વીડિયો કે નિવેદનને આપવુ જોઈએ.

૨૪ કલાકની અંદર વીડિયો હટાવવા કહ્યું
લીગલ નોટિસમાં સોશિયલ મીડિયા સાઈટથી તે નિવેદન કે વીડિયોને હટાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. તેની સાથે સાથે ૩ દિવસની અંદર લેખિતમાં માફી માગવા કહેવામાં આવ્યુ છે. નોટિસમાં આગળ કહેવામાં આવ્યું છે કે જો તમારા તરફથી તે કામ નહીં કરવામાં આવે તો પછી અમારી પાસે દીવાની અને ફોજદારી બંને વિકલ્પ ખુલ્લા છે


૧ માર્ચે વીડિયો શેર કરાયો હતો
કોંગ્રેસ તરફથી ૧ માર્ચ ૨૦૨૪એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક વીડિયો શેયર કરવામાં આવ્યો, લગભગ ૧૯ સેકેન્ડના વીડિયોમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તરફથી કહેવામાં આવેલી વાતોને તોડીમરોડીને બતાવવામાં આવી છે. વીડિયોમાં ખેડૂત અને મજૂરને દુ:ખી બતાવવામાં આવ્યા છે, જે સીધો જ કેન્દ્ર સરકાર પર સવાલ ઉભો કરે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application