ખંભાળિયા તાલુકામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલો ગઢવી શખ્સ પાસા તળે જેલ હવાલે

  • April 07, 2021 07:56 PM 

ખંભાળિયા તાલુકાના પરોડિયા ગામનો ભીખા ડોસલ ગઢવી નામનો શખ્સ પાસા તળે અમદાવાદ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.

ખંભાળિયા તાલુકાના પરોડીયા ગામે રહેતો ભીખા ડોસલ ભાચકન નામનો શખ્સ અગાઉ અહીંની એક ખાનગી કંપનીમાં બઘડાટી બોલાવવા સહિત મારામારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની સામે સલાયા મરીન પોલીસ મથકમાં અગાઉ વિવિધ પ્રકારના ગુના નોંધાયા છે.

આ અંગે જિલ્લા એલ.સી.બી. પોલીસે ભીખા ડોસલ સામે પાસા અંગે જરૂરી કાગળ તૈયાર કરી અને તેની દરખાસ્ત અહીંના જિલ્લા કલેકટર સમક્ષ મુકવામાં આવતા આ દરખાસ્તને માન્ય રાખી, ગઈકાલે ઉપરોક્ત શખ્સને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ અંગે એલ.સી.બી. પોલીસે તેની કોરોના ટેસ્ટ સહિતની કાર્યવાહી કરી અને અમદાવાદ ખાતે મોકલી આપવાની તજવીજ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS