છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં જીએસટી વિભાગ દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. ઉપરાઉપરી રાજ્યના વિવિધ શહેરોમાં સ્ટેટ જીએસટીની સાથોસાથ સેન્ટ્રલ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવતા હોવાની હાલ અનેક વિગતો બહાર આવી રહી છે. ત્યારે આજે સેન્ટ્રલ જીએસટીની ટીમે રાજકોટના બિલ્ડરો પર તવાઈ હાથ ધરી છે. પ્રાઈડ અને ધ વન વર્લ્ડ ગ્રુપ પર દરોડા પાડ્યા છે. હાલ બન્ને બિલ્ડર ગ્રુપના તમામ પ્રોજેક્ટ પર તપાસ હાથ ધરવામાં આવી છે.
ડિજિટલ ડેટા હસ્તગત કરવામાં આવ્યો
પ્રાઈડ ગ્રુપની સાથે આઈકોનિક વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડ, પીપળીયા એમ્પાયર, મધુવન વિલા, મંગલમ પર સેન્ટ્રલ જીએસટીની ટીમ ત્રાટકી ખૂબ મોટા પ્રમાણમાં GST ચોરી સામે આવવાની શક્યતા છે. ડિજિટલ ડેટા હસ્તગત કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ GST એન્ડ કસ્ટમ્સના એડિશનલ જોઈન્ટ કમિશનર તપાસમાં જોડાયા છે.
બે દિવસ પૂર્વે અમદાવાદની આંગડિયા પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યારે ગઈકાલે વડોદરામાં જીએસટીની ટીમ ત્રાટકી હતી. મળતી માહિતી મુજબ વડોદરામાં ત્રણ શો-રૂમમાં જીએસટીએ દરોડા પાડ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મેવાડા કલેક્શન, મેવાડા ડ્રેસવાલા, સુલતાનપુરા ઘડીયારી પોરના શોરૂમમાં હાલ દરોડા ચાલી રહ્યા છે. એટલું જ નહીં રાવપુરા સહિત ત્રણ શોરૂમ પર જીએસટી વિભાગની ટીમ ત્રાટકી છે અને હિસાબોની ચકાસણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસેથી મળેલી સૂચનાઓને ધ્યાને લઈ હાલ આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ ઠેર ઠેર જગ્યા પર સર્ચ ઓપરેશન કરી કરોડો રૂપિયાની કરચોરી પકડી પાડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાતુશ્રી કેસર ઓર્ગેનિક ફાર્મના લક્ષ્મણભાઈ પટેલની ફાર્મ ટુ હોમ યાત્રા પહોંચી વિદેશ સુધી
December 23, 2024 10:33 AMમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech