બીલીયા રાજાઓ સામે જીએસટી તંત્રએ ગુજસીટોક નું અન્ય કૌભાંડી તત્વોના પગ નીચે રેલો આવ્યો છે અને ભુગર્ભમાં ઉતરી ગયા હોવા નું જાણવા મળી રહ્યું છે. રાજકોટ અને ભાવનગરના વેપારી સામે પ્રથમ વખત જીએસટીના કૌભાંડમાં કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે જેના કારણે અત્યાર સુધી જીએસટીમાં વટભેર ચોરી કરતા લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધા છે.
રાજકોટના એક વેપારી સહિત ભાવનગરના ૨૪ થી વધુ બીલીયા રાજાઓ સામે બે દિવસ પહેલા જીએસટી તંત્ર દ્વારા ગુજસીટોક ની કલમ લગાવવામાં આવી છે. જેના અનુસંધાને ૬ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે રાજકોટના જતીન કક્કડને જેલ ટ્રાન્સફરથી અટક કરવામાં આવશે.
એકથી વધુ વખત જીએસટી ના બોગસ બીલીંગ કૌભાંડમાં પંકાઈ ગયેલા ૨૪ જેટલા આરોપી પૈકી પકડાયેલા ૧૪ આરોપીઓને ૭ માર્ચ સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ આરોપીઓ માંથી જે કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલો છે કે નહીં? જેની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને આ આરોપીઓ સામે ગુજસીટોક ના કાયદા હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ કાયદા હેઠળ ૨૦ વર્ષ સુધીની સજા થઈ શકે તેમ છે. આ અંગેની જાણ થતા જીએસટીમાં બોગસ બીલીંગ નું મોટું કૌભાંડ આચારનારાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને આ કાયદા હેઠળ કાર્યવાહી થતાં સૌરાષ્ટ્રભરમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
જાણવા માટે વિગત અનુસાર ગુજસીટોક ની જોગવાઈ માટે છેલ્લા એક મહિનાથી રાજ્યના જીએસટી વિભાગ અને સરકાર વચ્ચે વિગતવાર મંત્રણાઓ ચાલી હતી તેમજ આ કાયદાને લઈને તજજ્ઞોના માર્ગદર્શન તેમજ ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો હતો. કોમ્પ્યુટર ડેટા એનાલિસિસ કરાયા બાદ એકંદરે એક મહિનાની કસરત બાદ આરોપીઓ નું લિસ્ટ અને પુરાવા એકત્ર કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જીએસટીના સૂત્રોને જણાવ્યું હતું.
અનેક વખત જીએસટી વિભાગ દ્વારા જીએસટી ચોરી ડામવા માટે પ્રયાસો થયા છે પરંતુ આ તત્વો દ્વારા વારેવારે બોગસ બીલિંગ કાંડ આચરવામાં આવ્યા છે. કાયદાનો ડર ન હોય તે રીતે પેધી ગયેલા આ તત્વો ને અંકુશમાં લાવવા માટે આવશ્યક પગલાં લેવા પડે તેવી પરિસ્થિતિ જીએસટી વિભાગ સામે આવીને ઊભી રહી હતી. અંતે જીએસટી વીભાગે સરકારની મદદથી ગુજસીટોકની જોગવાઈ બોગસ બીલિંગ કાંડમાં આરોપીઓ સામે લગાડવામાં આવતા પ્રથમ વખત ડર ફેલાયો હોય તેવો માહોલ ઉભો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech