નવેમ્બર 2024માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ નવેમ્બરમાં GST કલેક્શન 8.5% વધીને રૂ. 1.82 લાખ કરોડને પાર પહોંચ્યું છે. આ વધારો તહેવારોની સિઝનમાં વધેલી ખરીદી અને અર્થતંત્રમાં સુધારાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.
નવેમ્બરમાં કુલ GST આવક 8.5 ટકા વધીને રૂ. 1.82 લાખ કરોડથી વધુ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં રૂ. 1.68 લાખ કરોડ હતી.
ઓક્ટોબરમાં રૂ. 1.87 લાખ કરોડનું GST કલેક્શન નવ ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે બીજા નંબરનું શ્રેષ્ઠ GST કલેક્શન હતું. અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન એપ્રિલ, 2024માં રૂ. 2.10 લાખ કરોડથી વધુ હતું.
સમીક્ષા હેઠળના મહિનામાં સ્થાનિક વ્યવહારોમાંથી GSTની આવક 9.4 ટકા વધીને રૂ. 1.40 લાખ કરોડ થઈ છે, જ્યારે આયાત પરના કરમાંથી આવક લગભગ છ ટકા વધીને રૂ. 42,591 કરોડ થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMદ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
January 24, 2025 10:55 AMકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech