આખરે સાત વર્ષ બાદ રાજકોટમાં જીએસટી ટ્રીબ્યુનલ શ થશે, રાજકોટ રીજીયન હેઠળ ૫૦૦ થી વધુ કેસ પેન્ડિંગ પડા હતા તે ફાઈલો હવે ખુલશે અને તેનું નિરાકરણ આવશે. જીએસટી ના કાયદાને આવ્યા એને સાત વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો પરંતુ રાજકોટ જ નહીં આખા ગુજરાતમાં જીએસટી અપીલ ટિ્રબ્યુનલની હજી સુધી રચના થઈ ન હતી.
સૌથી વધારે જીએસટી ગુજરાત રાયમાંથી સરકારની તિજોરીમાં ઠલવાય છે છેલ્લા લાંબા સમયથી રેકોર્ડ બ્રેકની વસુલાત પણ થાય છે ત્યારે કરદાતાના કેસનો ઉકેલ આવે તે માટે જીએસટી એપલેટ સરકારની ઢીલી નીતિથી બની ન હતી. આખરે સાત વર્ષ બાદ સરકારે આ નિષ્ક્રિયતા ખંખેરીને રાજકોટ અને અમદાવાદમાં માટે ટિ્રબ્યુનલ રચાશે.
પ્રથમ તબક્કામાં અમદાવાદ અને રાજકોટમાં બેન્ચ શ થશે. દિવાળી સુધીમાં આ ટ્રીબ્યુનલની શઆત થઈ જશે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે. રાજકોટના ૫૦૦ થી વધુ કેસ જે સાત વર્ષથી અટવાયેલા છે તેનું પણ નિરાકરણ આવશે. અમદાવાદ અને રાજકોટમાં બેંચ બન્યા બાદ સુરત અને દેશના ૪૦ થી વધુ શહેરોમાં આ ટ્રીબ્યુનલ બેન્ચ શ થવા જઈ રહી છે.
આ વિષયને લઈને રાયભરની ટેકસ સોસાયટીઓ સાથે વેપાર ઔધોગિક સંગઠનો દ્રારા પણ અનેક વખત સેન્ટ્રલ બોર્ડ ઇનડાયરેકટ ટેકસ અને નાણામંત્રી રજૂઆતો કરવામાં આવી હતી. રાજકોટમાં અત્યાર સુધીમાં અપીલ માટેની બેન્ચ શ થઈ ન હતી એટલે કરદાતાઓ માત્ર કેસ ફાઇલ કરી શકતા હતા જેની સુનાવણી થઈ નથી.
જી.એસ.ટી. રિટર્નથી માંડી ઇ વે બિલ,ઓડિટ થયું હોય તો અનેક સવાલો,બોગસ બિલ રાજકોટમાં ૫૦૦ જેટલા કેસનો અપીલ માટે ભરાવો થઈ ગયો છે. અગાઉ પણ રાયમાં જલ્દીથી અપીલ માટે ટ્રીબ્યુનલ રચવા હાઇકોર્ટે પણ ટકોર કરી હતી. આ નિર્ણયને કરદાતાઓથી માંડી કરવેરા સલાહકારો દ્રારા આવકારવામાં આવી રહ્યું છે હવે વેપારીઓ અને ઉધોગકારોને જલ્દીથી ન્યાય મળશે તેવી આશા સેવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech