૨૨મી નવેમ્બરથી શરૂ થતી જીપીએસસીની પરીક્ષા મોકૂફ, નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

  • November 20, 2020 04:56 PM 932 views

ગુજરાતમાં દિવાળીની મોજશોખ બાદ કોરોના સંક્રમણ વધતાં રૂપાણી સરકાર ફરી એકવાર હરકતમાં આવી છે. અને કોરોનાને કાબૂમાં લેવા માટે પ્રયાસો શરૂ કરતા અહમદાવાદમાં કર્ફ્યું લાગૂ કર્યું છે. હવે રૂપાણી સરકારે વધુ એક નિર્ણય લેતા આગામી ૨૨મી નવેમ્બરથી શરૂ થતી જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.  જીપીએસસી દ્રારા લેવાનાર મેડીકલ ટીચર્સની પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સરકારે ગુજરાતમાં આગામી ૨૩મી નવેમ્બરથી સ્કૂલ-કોલેજો શરૂ કરવાનો નિર્ણય પણ હાલ પુરતો મોકૂફ રાખ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application