સરકારી કચેરીઓમાં ખાલી પડેલી કલાસ વન અને ટુ ની જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા લઈ ભરવા માટે આગામી તારીખ ૭ના રોજ રવિવારે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્રારા લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાયમાં લાખોની સંખ્યામાં આ માટે અરજીઓ આવી છે અને રાજકોટને ૧૦૦૨૮ ઉમેદવારો ફાળવવામાં આવ્યા છે.
રાજકોટ શહેરના અલગ અલગ ૪૪ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવશે. સવારે ૧૦ થી ૧ અને બપોરે ત્રણ થી છ એમ બે સેશનમાં વહીવટી સેવા વર્ગ એક અને મુલ્કી સેવા વર્ગ એક– બે ની ખાલી પડેલી ડીવાયએસપી નાયબ કલેકટર જિલ્લા રજીસ્ટ્રાર જેવી જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવશે.
પરીક્ષા સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટરે જસદણના પ્રાંત અધિકારી રાજેશ આલ અને અન્ય એક અધિકારીને લાઈંગ સ્કવોડની જવાબદારી સોંપી છે. ગઈકાલે પરીક્ષા સંબંધી કામગીરી સાથે જોડાયેલા સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી અને હવે આવતીકાલે બપોરે ૪:૦૦ વાગે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને આયોજનને અંતિમ સ્વપ આપવા મીટીંગ મળનારી છે.આ મિટિંગમાં જિલ્લા શિક્ષણાધિકારી પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી પોલીસ અધિકારીઓ પીજીવીસીએલના ઓફિસરો એસ.ટી સહિત જુદા જુદા વિભાગના અધિકારીઓને હાજર રહેવા માટે જણાવી દેવાયું છે.
રવિવારે પરીક્ષા છે પરંતુ તેના પેપર શુક્રવારે અથવા તો શનિવારે સવાર સુધીમાં આવી જશે અને ટ્રેઝરી કચેરીમાં બનાવવામાં આવેલા સ્ટ્રોંગ મમાં રાખવામાં આવશે. સ્ટ્રોંગમની આસપાસ રાઉન્ડ ધ કલોક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ અટકાવવા માટે કલેકટર કચેરીના અધિકારીઓ ઉપરાંત જીપીએસસીના ઓફિસરો હાજર રહેશે.
ઉમેદવારો શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે દરેક એકઝામ સેન્ટરની આસપાસના વિસ્તારોમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રમાં આઈકાર્ડ વગર અને ઓથોરાઈઝ પર્સન સિવાય કોઈને એન્ટ્રી આપવામાં નહીં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech