દેશના બે મુખ્ય માર્ગેા પર ટૂંક સમયમાં જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ શ થવા જઈ રહી છે. જેની મદદથી યાત્રીએ હાઈવે પર જેટલા અંતરની મુસાફરી કરી હશે તેટલું જ ટોલ ચૂકવવાનું રહેશે. હવે આ જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ દિલ્હી–જયપુર હાઈવે એનએચ–૪૮ અને બેંગલુ–મૈસુર એકસપ્રેસવે પર શ થવા જઈ રહી છે. બંને માર્ગેા પર તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને ટોલની સચોટ ગણતરી માટે દિલ્હી–જયપુર હાઇવેનું જિયોફેન્સિંગ પણ શ કરી દેવાયું છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં સંસદમાં માહિતી આપી હતી કે નેશનલ હાઈવેને ટોલ પ્લાઝાથી મુકત કરવાની નવી સિસ્ટમ માર્ચ સુધીમાં શ થઈ જશે. ગઈકાલે પણ પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય માર્ગ પરિવહન સચિવ અનુરાગ જૈને કહ્યું હતું કે તેઓ આ સિસ્ટમને લાગુ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે.
જેટલી મુસાફરી તેટલી જ ચૂકવણી
જિયોફેન્સિંગ એ એક સેટેલાઇટ આધારિત સિસ્ટમ છે જેમાં જીપીએસ દ્રારા ચોક્કસ વિસ્તારની વચ્ર્યુઅલ ભૌગોલિક સીમા નક્કી કરી દેવામાં આવે છે. આ ભૌગોલિક વિસ્તારમાં જે પણ વાહન આવશે તે રેકોર્ડ થઇ જશે. જેના આધારે એક છેડાથી બીજા છેડા સુધી આ વાહને કાપેલું અંતર ગણવામાં આવશે. ત્યારબાદ આ અંતર પ્રમાણે જ મુસાફરે ટોલ ચૂકવવાનો રહેશે.
હાલમાં ૧૮ લાખથી વધુ કોમર્શિયલ વાહનો ટ્રેકિંગ સિસ્ટમથી સજજ
સૂત્રોએ જણાવ્યું કે હાલમાં ૧૮ લાખથી વધુ કોમર્શિયલ વાહનો જીપીએસ આધારિત ટ્રેકિંગ સિસ્ટમથી સ છે. પ્રારંભિક તબક્કામાં આવા વાહનો જીપીએસ આધારિત ટોલ ચાર્જ ચૂકવવાનું શ કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ નવી જીપીએસ આધારિત ટોલિંગ સિસ્ટમને અલગ–અલગ ભાગોમાં અજમાવાશે અને ધીમે ધીમે તેનો વિસ્તાર વધારવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech