મોટા થાવરીયાના યુવાનને કોઈએ ગામમાં માથાકૂટ થયાનો અને હત્યા અંગેનો સંદેશો આપતાં પોતાનો જીવ સમાપ્ત કરવા પડતું મૂક્યું
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રથમ માળેથી એક દર્દીએ પડતું મૂકી દેતાં ભારે દોડધામ થઈ હતી. જેને અસંખ્ય ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે, અને તેનો જીવ બચ્યો છે. અને ફરીથી ઓર્થોપેડિક વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે.
પોતાના ગામમાં માથાકૂટ થઈ હોવાનું અને હત્યા જેવી ગંભીર ઘટના બની હોવાનો સંદેશો મળતાં પોતે છલાંગ લગાવવાની કબુલાત આપી હતી.
આ બનાવ ની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા મગનભાઈ મકવાણા નામના ૩૯ વર્ષના યુવાનને બીમારી સબબ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કેસ બારીના ઉપરના રૂમમાં દાખલ કરાયા બાદ આજે સવારે તેણે બારીમાંથી છલાંગ લગાવી દઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ભારે દોડધામ થઈ છે.
ઉપરના માળેથી નીચે પડેલી બે ખુરશીઓ પર પોતે પડ્યો હોય તેના શરીરમાં અનેક ફ્રેક્ચરો થયા છે, જ્યારે બંને ખુરશી ના ભુકા ભૂલી ગયા હતા. જેને ફરી થી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન મોટા થાવરીયા ગામમાં માથાકૂટ થયો હોવાનો અને તેના પરિવારજનો પર હુમલો થવાની તેમજ હત્યા જેવી ગંભીર ઘટના બની હોવાનું કહ્યું હોવાથી પોતે પણ જીવવા માંગતો ન હોવાથી આ છલાંગ લગાવી દેવાની કબુલાત આપી હતી. જેથી તબીબો વગેરે પણ આશ્ચર્યમાં મુકાયા હતા. સમગ્ર મામલામાં સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજીઆઇડીસીના મામલે જામ્યુકોની તરફેણમાં ચુકાદો આવતા ૧૨ કરોડ વસુલાશે
May 14, 2025 01:27 PMરીબેટ યોજનાને હવે માત્ર ૧૬ દિવસ બાકી: શહેરીજનોને લાભ લેવા અપીલ
May 14, 2025 01:23 PMટેમ્પોએ મોટરસાયકલને ઠોકર મારતા જામનગરના બે યુવાનના મૃત્યુ
May 14, 2025 01:16 PMજામનગર-મુંબઇ ફલાઇટ સતત બીજા દિવસે પણ રદ્દ, મુસાફરો હેરાન-પરેશાન
May 14, 2025 01:09 PMજામનગર-મુંબઇ ફલાઇટ સતત બીજા દિવસે પણ રદ્દ, મુસાફરો હેરાન-પરેશાન
May 14, 2025 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech