જી.જી. હૉસ્પિટલના એમઆરઆઈ મશીન મુદ્દે તા. 26 મે થી વિક્રમ માડમ મેદાનમાં

  • May 19, 2021 11:41 AM 

જો તા.25 સુધી નિરાકરણ નહીં આવે તો આંદોલનનું રણશિંગૂ ફૂંકશે

કેવી દર્દનાક સચ્ચાઈ છે, કેવો અંધેર વહિવટ છે, કેવી લાપરવાહી છે કે સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જીજી હૉસ્પિટલમાં એમઆરઆઈ જેવું મહત્વનું મશીન વર્ષમાં મોટા ભાગે બંધ જ હોય છે અને ગરીબ દર્દીઓને ના-છૂટકે ઠામ-વાસણ, દર-દાગીના વેંચીને ખાનગીમાં એમઆરઆઈ કરાવવા પડે છે. હવે આ પ્રશ્ર્નને અંત સુધી પહોંચાડવા અને એમઆરઆઈ મશીન 365 દિવસ કામ કરતું થાય એ માટે પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિક્રમ માડમે ચેતવણી સાથે લડતનું એલાન આપી દીધું છે અને અલ્ટિમેટમ આપ્યું છે કે, અપાયેલ મુદ્દતમાં જો આ પ્રશ્ર્નનો નિવેડો નહીં આવે તો છેવટની લડાઈ સુધીનું આંદોેલન શ કરી દેવામાં આવશે.

એમણે જણાવ્યું છે કે, ગુજરાતની બીજા નંબરની તથા સૌરાષ્ટ્ર-કચ્છની પ્રથમ નંબરની ગણાતી જામનગરની ગુગોવિંદસિંઘ સરકારી હૉસ્પિટલ છે, જામનગરની હૉસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે, સારવારમાં આવતાં દર્દીઓના નિદાન માટે તપાસ કરવામાં આવે છે.

હાલ વિશ્ર્વ અને દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને જે દર્દીઓમાં કોવિડ 19નો રોગ જોવા મળે છે તેમાંથી ઘણાં દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જવાથી ‘મ્યુકોર માઈખોસિસ’ નામના રોગે દેખા દીધી છે. આ રોગ દર્દીમાં છે કે નહીં? અને હોય તો શરીરના કેટલાં ભાગમાં પ્રસરી ગયું છે? તે તમામ નિદાન જાણવા માટે એમઆરઆઈ તપાસ જરી છે.

જામનગરની સરકારી હૉસ્પિટલમાં એમઆરઆઈ મશીન છે તો ખરા પણ શોભાના ગાંઠિયા સમાન છે! આ મશીન હૉસ્પિટલમાં મૂકવામાં આવ્યે અંદાજે બાર વર્ષ જેટલો સમય વિતી ગયેલ છે અને આ મશીન લગભગ વર્ષમાં ચાર-છ મહિના બંધ જ રહે છે! હાલ આ મ્યુકોર માઈકોસિસ બિમારીના નિદાન માટે ગરીબ દર્દીઓને બહાર ખાનગી હૉસ્પિટલોમાં એમઆરઆઈની તપાસ માટે જવું પડે છે અને અંદાજે 10-12 હજાર જેટલો ખર્ચ કરવો પડે છે.

કોવિડ 19ની મહામારીના મારમાંથી હજુ પ્રજા ઉભી પણ થઈ નથી તેની માથે આટલો બિમારીના નિદાન માટેનો ખર્ચ ક્યારેય પણ વાજબી ન ગણાવી શકાય.

ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા છેલ્લી ચેતવણી આપવામાં આવી છે કે, જો જામનગરની જીજી હૉસ્પિટલમાં એમઆરઆઈ મશીનનો પ્રશ્ર્ન તા.25.5.21 સુધીમાં નિરાકરણ કરવામાં નહીં આવે તો મારે જામનગરની અને સૌરાષ્ટ્રની પ્રજાનિ હિતમાં ગાંધી ચિંધ્યા માર્ગે તા.26.5.21થી ધરણાં પર બેસવું પડશે જેની સમગ્ર બાબતની જવાબદારી ગુજરાત સરકારની રહેશે તેવી તાકિદ પત્રના અંતમાં વિક્રમભાઈ માડમ દ્વારા દશર્વિવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS