સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસ 'જીકાસ' પોર્ટલ મારફત એડમિશન આપવાની પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે અને આજે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આ પોર્ટલ પર પ્રથમ રાઉન્ડનું અંડર ગ્રેજ્યુએટનું સંપૂર્ણ સીટ એલોટમેન્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
પોર્ટલ દ્વારા કરવામાં આવેલી સીટ એલોટમેન્ટની જાહેરાત મુજબ વિદ્યાર્થીએ પોતાને ફાળવેલી કોલેજ અને કોર્સમાં પ્રવેશ લેવા માટે જે તે કોલેજનો રૂબરૂ સંપર્ક સાધવાનો રહેશે અને અસલ પ્રમાણપત્રો કોલેજ સત્તાવાળાઓને દર્શાવીને એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની રાજ્યની અનેક સરકારી યુનિવર્સિટીઓમાં હજુ અંડર ગ્રેજ્યુએટના ફાઈનલ સેમેસ્ટરના પરિણામો જાહેર થયા નથી ત્યાં આજથી પોસ્ટ ગ્રેજ્યુએટમાં પ્રવેશ માટેના પોર્ટલ પરના રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. ઉચ્ચ શિક્ષણ વિભાગે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન માટેનો પ્રથમ રાઉન્ડ અગાઉ જાહેર કરી દીધો છે અને તે શેડ્યુલ મુજબ શિક્ષણ વિભાગ આગળ વધી રહ્યું છે. પરંતુ યુનિવર્સિટીઓ સમયસર પરિણામ જાહેર કરવામાં સફળ થયા નથી.
પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે આજથી પ્રક્રિયા શરૂ થશે અને આગામી તારીખ 7 જૂન સુધી રજીસ્ટ્રેશન માટે પોર્ટલ ખુલ્લું રહેશે, તારીખ 10 જૂન સુધીમાં પ્રમાણપત્રો અને અન્ય ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી પૂરી કરવામાં આવશે ત્યારબાદ તારીખ 11 થી 14 જૂન સુધી ટેકનિકલ પ્રોસેસ ચાલશે અને તારીખ 16 જૂન ના રોજ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં સંપૂર્ણ સીટ એલોટમેન્ટની જાહેરાત કરવામાં આવશે.
પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રથમ રાઉન્ડ પૂરો થયા પછી તારીખ 20 થી તારીખ 28 દરમિયાન અલગ અલગ તબક્કે કુલ ચાર રાઉન્ડ યોજવામાં આવશે. બીજો રાઉન્ડ તારીખ 20 અને 21 જૂનના રોજ, ત્રીજો રાઉન્ડ તારીખ 24 અને 25 જૂનના રોજ અને અંતિમ રાઉન્ડ તારીખ 27 અને 28 જુનના રોજ યોજવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોર્પોરેશન દ્વારા ડીપી કપાતમાં ડીમોલીશન કરાયુ હોય તેઓને વળતર આપવા માંગ
June 06, 2025 11:13 AMજામ્યુકોની ફૂડ શાખા દ્વારા કાલાવડ નાકા બહાર આવેલા કતલખાનાઓમાં ચેકિંગ
June 06, 2025 11:10 AMઢોરના ડબ્બામાં ચાર ગાયના મૃતદેહ જોવા મળતા અરેરાટી
June 06, 2025 11:05 AMબેંગલુરુ ભાગદોડ કેસમાં આરસીબીના માર્કેટિંગ હેડની ધરપકડ
June 06, 2025 11:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech