મહારાષ્ટ્રના પુણેમાં એક રહસ્યમય રોગ સામે આવ્યો છે. અત્યારસુધીમાં 73 લોકો આ રોગથી પ્રભાવિત થયા છે. પુણેની ત્રણ હોસ્પિટલોએ આ અંગે સ્થાનિક અધિકારીઓને ચેતવણી આપી છે. આ રોગ નવજાત શિશુઓને પણ અસર કરી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકાર આ રોગ અંગે સતર્ક છે, જ્યારે આ મામલો કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યો છે. એવું કહેવાય છે કે, આ રોગ ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS) છે. આ સિન્ડ્રોમ માનવ રોગપ્રતિકારક શક્તિને ટાર્ગેટ બનાવે છે. રાહતની વાત એ છે કે આ રોગની સારવાર શક્ય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પુણેના સ્થાનિક સમુદાયોમાં દર મહિને એક કે બે જીબીએસના દર્દીઓ નોંધાઇ છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં જીબીએસથી પીડિત 14 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવા પડ્યા છે. આ પછી મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયો છે અને ઘરે ઘરે જઈને સર્વે શરૂ કર્યો છે. આ સમયગાળા દરમિયાન કોઈ જીબીએસ દર્દી છે કે નહીં તે શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સાથે લોકોમાં જાગૃતિ પણ ફેલાવવામાં આવી રહી છે. બે દિવસમાં મ્યુનિસિપલ અને જિલ્લા આરોગ્ય કર્મચારીઓએ લગભગ 7,200 ઘરોનો સર્વે કર્યો છે. રોગશાસ્ત્ર વિભાગના સંયુક્ત નિયામક ડો. બબીતા કમલપુરકરે જણાવ્યું હતું કે, સર્વે દરમિયાન લોકોને રોગના લક્ષણો વિશે પૂછવામાં આવ્યું હતું. જીબીએસના લક્ષણોમાં હાથપગ સુન્ન થઈ જવા અને લાંબા સમય સુધી ઝાડા રહે છે.
જીબીએસ પાછળનું કારણ શું છે? આ કિસ્સામાં નિષ્ણાતો કહે છે કે કેમ્પાયલોબેક્ટર જેજુની નામના રોગકારક બેક્ટેરિયા જીબીએસ માટે જવાબદાર છે. આ રોગ લોકોની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે. વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓના મળ પરીક્ષણોમાં પણ આ જ બેક્ટેરિયા મળી આવ્યા છે. દર્દીઓમાં આઠ વર્ષનો બાળક અને એક નવજાત બાળકનો સમાવેશ થાય છે, આથી ડોક્ટરોની ચિંતા પણ વધી ગઈ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સેન્ટ્રલ સર્વેલન્સ યુનિટે પુણેમાં જીબીએસના વધતા જતા કેસોની નોંધ લીધી છે. આ પછી, સ્થાનિક અધિકારીઓની મદદ માટે ડોક્ટરોની એક ટીમ પુણે મોકલવામાં આવી રહી છે. સારવાર માટે વિવિધ હોસ્પિટલો તૈયાર કરવામાં આવી રહી છે. સાસૂન હોસ્પિટલમાં ૧૬ જીબીએસ દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ ૭૩ દર્દીઓમાંથી ૪૪ દર્દીઓ પુણે ગ્રામ્યના છે. જ્યારે ૧૧ પુણે કોર્પોરેશન વિસ્તારના રહેવાસીઓ છે. ૧૫ પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન પટ્ટાના રહેવાસીઓ છે. સૌથી વધુ દર્દીઓમાં, કિરકીટવાડીના ૧૪, ડીએસકે વિશ્વાના ૮, નાંદેડ શહેરના ૭, ખડકવાસલાના ૬ દર્દીઓનો સમાવેશ થાય છે. દર્દીઓની ઉંમર વિશે વાત કરીએ તો ત્રણ દર્દીઓ પાંચ વર્ષથી ઓછી ઉંમરના, ૧૮ દર્દીઓ 6 થી ૧૫ વર્ષની વચ્ચેના અને ૭ દર્દીઓ ૬૦ વર્ષથી વધુ ઉંમરના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રીક્ષાચાલક વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો
May 14, 2025 12:28 PMજામનગરમાં સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની જેલ સજા
May 14, 2025 12:25 PMધુતારપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સૈનિકો માટે રક્તદાન કેમ્પ
May 14, 2025 12:22 PMભાણવડના યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો
May 14, 2025 12:19 PMરાઈડમાં બેસવા બાબતે વિપ્ર યુવાન સહિતનાઓ ઉપર પાંચ શખ્સો દ્વારા હુમલો
May 14, 2025 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech