વિશ્વની ૨૦ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ (જી–૨૦) ગુવારે સહમતી દર્શાવી છે કે, તેઓ સુનિશ્વિત કરવા માટે મળીને કામ કરશે કે અતિ ધનવાન લોકો પર અસરકારક રીતે ટેકસ લાદવામાં આવે. આ ઘોષણાપત્રમાં રાષ્ટ્ર્રીય સાર્વભૌમત્વ વચ્ચે સંતુલન અને ટેકસ ટાળવા પર વધુ સહકાર માટે કહેવામાં આવ્યું છે.
મેનિફેસ્ટો, જે શુક્રવારે પ્રકાશિત કરવામાં આવશે, તે બ્રાઝિલ માટે પ્રાથમિકતા હતી, જે આ વર્ષે જી–૨૦ મંત્રણાની અધ્યક્ષતા કરે છે, જેના નેતા લુઇઝ ઇનાસિયો લુલા, ભૂતપૂર્વ ફેકટરી કાર્યકર, જી–૨૦ એજન્ડામાં અબજોપતિ કર શામેલ કરવા દબાણ કરી રહ્યા હતા.
રોઇટર્સ દ્રારા જોવામાં આવેલ જી–૨૦ ટેકસ મેનિફેસ્ટોએ જણાવ્યું હતું કે, ટેકસ સાર્વભૌમત્વ માટે સંપૂર્ણ આદર સાથે, અમે ધનવાન–નેટ–વર્થ વ્યકિતઓ પર અસરકારક રીતે ટેકસ લાદવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે સહકારી રીતે જોડાવવાનો પ્રયાસ કરીશું. સહકારમાં શ્રે પ્રણાલીઓની આપ–લે, ટેકસ સિદ્ધાંતો વિશેની ચર્ચાને પ્રોત્સાહિત કરવા અને સંભવિત નુકસાનકારક ટેકસ પ્રથાઓને સંબોધિત કરવા સહિતની ટેકસ વિરોધી પદ્ધતિઓનો સમાવેશ થઈ શકે છે.
બ્રાઝિલે ૩,૦૦૦ વ્યકિતઓ પર ૧ બિલિયન ડોલરથી વધુની સંપત્તિ પર ૨ ટકા વેલ્થ ટેકસ લાદવાની દરખાસ્તની ચર્ચાને વેગ આપ્યો છે, જે વાર્ષિક ૨૫૦ બિલિયન ડોલર સુધીની અંદાજિત આવક પેદા કરશે.
નાણા પ્રધાન ફર્નાન્ડો હદ્દાદે પત્રકારોને જણાવ્યું હતું કે, આજે જે શ થાય છે તે એક વ્યાપક પ્રક્રિયા છે જેના માટે શિક્ષણવિદો, વિદ્રાનો ઓઈસીડી અને યૂએન જેવા અનુભવ અને સમય સાથે આંતરરાષ્ટ્ર્રીય સંસ્થાઓની સહભાગિતાની જર પડશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech