કોવિડ હૉસ્પિટલના કથિત સેકસ કાંડમાં વધુ નિવેદનો નોંધાયા

  • June 19, 2021 11:36 AM 

તપાસ કમિટિ રિપોર્ટ સોંપશે: તપાસ સામે ઉઠતાં ગંભીર સવાલ

જામનગરની કોવિડ હૉસ્પિટલના કથિત સેકસકાંડમાં તપાસ કમિટિ દ્વારા નિવેદનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી દરમિયાન આ અંગેનો રિપોર્ટ કલેકટરને સોંપાશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી અટેન્ડન્ટ કર્મચારીઓ-સુપરવાઈઝરો મળી કેટલાકના વધુ નિવેદનો નોંધવામાં આવ્યા છે.

જામનગરની સરકારી કોવિડ હૉસ્પિટલના ચકચારી યૌન શોષણ પ્રકરણના ગાંધીનગર સુધી પડઘાં પડ્યાં બાદ સ્થાનિક તંત્ર દ્વારા તાકિદે તપાસ કમિટિ નિમી કાર્યવાહી આદરવામાં આવી હતી. જીજી હૉસ્પિટલના તબીબી અધિક્ષકની કચેરી દ્વારા અટેન્ડન્ટ્સ અને સુપરવાઈઝરોને ગઈકાલે સવારના 10:30 વાગ્યા સુધી ડીનની ઑફિસ ખાતે નિવેદન માટે ઉપસ્થિત રહેવા પરિપત્ર જારી કરાયો હતો. ટાઈમ લિમિટવાળા આ પરિપત્રએ ભારે આશ્ર્ચર્ય ફેલાવ્યું હતું.

દરમિયાનમાં જાણવા મળ્યા મુજબ ગઈકાલે કોવિડ હૉસ્પિટલના આરએમઓ સમક્ષ ચાર સુપરવાઈઝરો અને ત્રણ અટેન્ડન્ટ યુવતિ નિવેદન માટે પહોંચી હતી જ્યારે વહિવટી તંત્રએ નિમેલી તપાસ કમિટિ સમક્ષ ગઈકાલે કોઈ નિવેદન માટે ગયું નહોતું વધુ કેટલાકના નિવેદનો લેવાયા હતાં.આ પ્રકરણમાં લેવાયા હોવાનું બહાર આવ્યું છે.

બીજી બાજુ જે તપાસ ચાલી રહી છે એ બાબતે આક્ષેપો થઈ રહ્યાં છે, જેના કારણે તપાસ કમિટિ સામે ગંભીર સવાલો ઉઠ્યાં છે. નિષ્પક્ષ તપાસની માંગણી કરવામાં આવી રહી છે, આમ આ ચચર્સ્પિદ પ્રકરણમાં આગળ શું થશે? એ બાબતનો ઈન્તઝાર લોકો કરી રહ્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS