વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન, જામનગર દ્વારા તા.૯/૩/૨૦૨૫ ના રોજ ફુલફાગ હોલી રસિયા ઉત્સવનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાજકોટ તેમજ કાલાવડ સ્થિત હવેલીના પૂ.પા.ગો. ૧૦૮ ગોપેશલાલજી મહારાજ પધારેલ મુખેથી અલૌકિક રસિયા પદોનું ગાન કરેલ તેમજ દિવ્ય વાણીમાં ભાવ અને સ્નેહ સંગાથે આર્શિવચન પાઠવવામાં આવેલ. પુષ્ટિમાર્ગના વિચારો સિધ્ધાંતો અને અષ્ટસખાની વાણીની સરવાણી વૈષ્ણવ સમાજના ઘર ઘર અને જન જન સુધી વહેતી કરવામાં ફાઉન્ડેશન ઉતમ પ્રોજેકટ કરતી રહે તેવા આર્શિવાદ આપેલ.
વિશેષમાં નાથજી ભકિત સંગીતના લોકપ્રિય ગાયક નિલેશભાઈ રાઠોડ તેમજ સંસ્થાના પ્રમુખ અને પુષ્ટિ પદ, કિર્તનના ગાયક ભરત કાનાબાર દ્વારા બેન્જો વાદક જગદીશભાઈ જોશી, તબલાવાદક કૌશીકભાઇ દવેની સંગીતની સુરાવલીના સંગાથે વિવિધ રસિયાની ધમાકેદાર પ્રસ્તુતિ કરવામાં આવેલ. આ ફુલફાગ હોલી રસિયામાં દ્વારકાથી આવેલ અભયભાઈ ઠાકર તથા ફાલ્ગુનીબેન ઠાકર દ્વારા વિવિધ ડ્રેસ પરિધાન કરી કૃષ્ણ રાધાના પાત્રમાં વિવિધ રસિયા ગાનમાં સુંદર નૃત્ય પ્રસ્તુતી કરવામાં આવેલ જેનાથી ઉપસ્થિત વૈષ્ણિવજનો ભાવવિભોર બનેલ હતાં.
આ ઉત્સવમાં હર્ષ પોલીપેક પરિવારના કૈલાશભાઈ બદિયાણી, ભવાની એકસ્ટ્રઝન પરિવારના અશોકભાઈ જોબનપુત્રા, કમલેશભાઈ જોબનપુત્રા, વિનુભાઈ પાબારી, જયેશભાઈ રૂપારેલીયા, દિનેશભાઈ મારફતીયા, વિજયભાઈ ચૌહાણ, પ્રદિપભાઈ રાડીયા, વેપારી અગ્રણી ગોરધનભાઈ સોનૈયા, લલીતભાઇ દતાણી સહિત રઘુવંશી સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો, મનોરથી પરિવારો, ભાઇઓ-બહેનો, યુવાનોએ આ ઉત્સવ ભાવ સાથે માણયો હતો.
આ સમગ્ર ઉત્સવની ઉજવણીને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ભરત કાનાબારના માર્ગદર્શન અને સંયોજન હેઠળ જયનભાઈ ગણાત્રા, યોગેશભાઈ લાલ, કમલેશભાઈ અનડકટ, પ્રદિપભાઈ મજીઠીયા, પ્રતિકભાઈ કારીયા, વિરાજ કાનાબાર, જયેશભાઈ સામાણી, ચીરાગભાઈ સોનૈયા, મિતુલભાઈ ચોલેરા, કૌશલ દતાણી, આદિત્ય કાનાબાર, નિતિનભાઈ ચોલેરા, કિરણબેન બુધ્ધદેવ, કમલબેન કોટક, સોનલબેન રાચ્છ, નીતાબેન ખાખરીયા, કૃપાબેન લાલ, ચેતનાબેન મજીઠીયા, રક્ષાબેન મોદી, રેણુકાબેન મોદી, રૂપાબેન લાઘાણી સહિત સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.