ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહત દરે ફુલ સ્કેપ- ચોપડાનું વિતરણ કરાશે

  • July 22, 2021 11:04 AM 

લોહાણા મિત્ર મંડળની વધુ એક સેવા પ્રવૃતિ

    ખંભાળિયાની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા લોહાણા મિત્ર મંડળ દ્વારા વધુ એક સેવાકીય પ્રવૃતિના ભાગરૂપે જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફુલ સ્કેપ- ચોપડાનું વિતરણ કરવામાં આવનાર છે.

    ખંભાળિયામાં લોહાણા મિત્ર મંડળના ઉપક્રમે આગામી શનિવાર તારીખ 24 તથા રવિવાર તારીખ 25મીના રોજ અત્રે બેઠક રોડ પર આવેલી શેઠ વી.ડી. બરછા લોહાણા મહાજન વાડી ખાતે સાંજે ચારથી સાત વાગ્યા દરમિયાન રઘુવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહત દરે ફુલ સ્કેપ વિતરણ કરવામાં આવનાર છે.

    આ માટે વિદ્યાર્થીઓના આધાર કાર્ડ તેમજ માર્કશીટ સાથે વહેલા તે પહેલાના ધોરણે અને કોરોના ગાઈડ લાઇનને અનુસરીને ચોપડા વિતરણ કરવાના કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.

    આ માટે જ્ઞાતિના જાણીતા સેવાભાવી દાતા તબિબ ડો. રાજેશભાઈ ઠક્કર, વલ્લભદાસભાઈ લાલ તેમજ રાજકોટના જાણીતા તબીબ ડો. નીતિનભાઈ લાલનો નોંધપાત્ર સહકાર અને સહયોગ સાંપડ્યો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લોહાણા મિત્ર મંડળ દ્વારા નિયમિત રીતે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ, ધાર્મિક પ્રવૃત્તિઓ તેમજ રાષ્ટ્રભાવના માટે શહીદ ફંડ એકત્ર કરવાની પ્રવૃતિઓ કરવામાં આવી છે. આટલું જ નહીં, કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પણ જરૂરીયાતમંદ પરિવારોને નોંધપાત્ર રીતે સંસ્થાના કાર્યકરો સહાયભૂત થયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS