રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગપે આગામી તા.૨૫ને શનિવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે, કવિ રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર કિર્તિદાનભાઈ ગઢવી તથા હાસ્ય કલાકાર ધીભાઈ સરવૈયા પોતાની વાણીથી શહેરીજનોને તરબોળ કરાવશે. આ લોકડાયરાનું દિપ પ્રાગટ રાજકોટના સાંસદ પરસોતમભાઈ પાલાના હસ્તે કરી લોકડાયરાનો શુભારભં કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
આ લોકડાયરો કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગપે સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ અધિકારીઓ તથા વિવિધ કામની એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખીને કાર્યક્રમની સ્થળ મુલાકાત કરવામાં આવી. આ સ્થળ મુલાકાતમાં મંડપ વ્યવસ્થા, મુખ્ય સ્ટેજ, સાઉન્ડ, એલ.ઈ.ડી., બેકડ્રોપ, સુશોભન, વી.વી.આઈ.પી.–વી.આઈ.પી. બેઠક વ્યવસ્થા, જનરલ બેઠક વ્યવસ્થા, પાકિગ, સુરક્ષા, સફાઇ, બેરીકેટીંગ વગેરે બાબતો અંગે રીવ્યું કરવામાં આવ્યું અને તે અંગે અધિકારીઓને તથા આ કામની વિવિધ એજન્સીના પ્રતિનિધિઓને જરી સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરોકત સ્થળ મુલાકાતમાં શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નાયબ કમિશનર હર્ષદ પટેલ, આસી. કમિશનર બી.એલ. કાથરોટિયા, સિટી એન્જીનીયર અતુલ રાવલ, બી.ડી.જીવાણી, આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી, દબાણ હટાવ અધિકારી પરબત બારીયા, ડાયરેકટર પાકર્સ એન્ડ ગાર્ડન ભાવેશ જાકાસણીયા, નાયબ કાર્યપાલક ઈજનેર હેમેન્દ્ર કોટક, મેનેજર કૌશિક ઉનાવા, વત્સલ પટેલ, નીલેશ કાનાણી, લાઇબ્રેરીયન નરેન્દ્ર આરદેશણા, નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર, વલ્લભ જીંજાળા, આ કામની વિવિધ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMઉગલવાણ ગામે યુવાનનો વ્યાજખોરના ત્રાસથી મરવા મજબુર બની આપઘાત
June 06, 2025 03:26 PMભાવનગરના યુવાન સાથે મુંબઈ, પટના અને અમરેલીના શખ્સોએ કરી ઠગાઈ
June 06, 2025 03:24 PMનશો કરી ડમ્પરના પાછલા ટાયર પાસે સુઈ ગયેલો યુવાન ડમ્પર રિવર્સ આવતા ચગદાયો
June 06, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech