આજથી ઈંઙક મહામુકાબલાનો પ્રારંભ

  • March 22, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજથી આઈપીએલની સીઝનની શરૂઆત થઈ રહી છે. પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સાથે થશે. બન્ને ટીમો બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટોડિયમમાં આમને સામને આવશે.આઈપીએલની આગામી સિઝન છેલ્લી કેટલીક સીઝનની સરખામણીમાં એકદમ અલગ હશે. કેટલાક નિયમો પણ બદલાયા છે જેના કારણે ચાહકોમાં વધુ આતુરતા જોવા મળશે.

આ વખતે હરાજી દરમિયાન જ ઘણા ખેલાડીઓની બોલીએ રેકોર્ડ તોડ્યા હતા. મિચેલ સ્ટાર્ક આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. ઝડપી બોલર મિશેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડમાં ખરીદ્યો હતો. આગામી સિઝનની શરૂઆત પહેલા આઈપીએલએ ટ્રોફી સાથે તમામ 10 ટીમોના કેપ્ટનનો ફોટો શેર કર્યો હતો, જેમાં ઘણા નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે.

આઈપીએલ 2024માં ઘણી ટીમોએ પોતાના કેપ્ટન બદલ્યા છે.
કેટલીક ટીમોએ નવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તો કેટલીક ટીમોમાં જૂના કેપ્ટનની વાપસી થઈ છે.


ચેન્નાઈ સુપર કિંગ્સ

પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ 2024ની શરૂઆતના એક દિવસ પહેલા ટીમનો કેપ્ટન બદલ્યો છે. ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સેએ રુતુરાજ ગાયકવાડને ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કયર્િ છે.


દિલ્હી કેપિટલ્સ

ડેવિડ વોર્નરે આઈપીએલ 2023માં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું હતું. જોકે આ વખતેટીમનો કેપ્ટન ઋષભ પંત ફિટ થઈ ગયો છે અને તે ટીમની કમાન સંભાળતો જોવા મળશે. ઋષભ પંત કાર અકસ્માતને કારણે ઘાયલ થયો હતો અને લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો.


મુંબઈ ઈન્ડિયન્સ

આઈપીએલની હરાજી બાદ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરીને બધાને ચોંકાવી દીધા હતા. રોહિત શમર્િ છેલ્લી 10 સીઝનથી ટીમનો કેપ્ટન હતો. ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપી દીધી છે અને રોહિત આ સિઝનમાં બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે.


કોલકાતા નાઈટ રાઈડર્સ

કોલકાતા નાઈટ રાઈડર્સએ આઈપીએલ 2024 પહેલા કેપ્ટનશિપમાં પણ ફેરફાર કયર્િ છે. ટીમે ફરી એકવાર શ્રેયસ અય્યર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નીતીશ રાણાએ 2023માં ટીમની કમાન સંભાળી હતી. તેના નેતૃત્વમાં ટીમનું પ્રદર્શન સારું રહ્યું ન હતું.


સનરાઇઝર્સ હૈદરાબાદ

ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા કેપ્ટન બદલ્યા છે પરંતુ સફળતા મળી નથી. ડેવિડ વોર્નર અને કેન વિલિયમસન બાદ ટીમે માર્કરામ પણ ટીમને જીતના પાટા પર પાછી લાવી શક્યો નહોતો. આ પછી, ટીમે પેટ કમિન્સને આઈપીએલ 2024 માટે ટીમનો કેપ્ટન બનાવ્યો છે.


ગુજરાત ટાઇટન્સ

ગુજરાત ટાઇટન્સે ઓપ્નર શુભમન ગિલને ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે.  જીટીએ સતત બે વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે અને એક વખત ટાઇટલ પણ જીત્યું છે. પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયન બનેલ જીટી સિનિયર ખેલાડીઓની ઇજાથી પરેશાન છે.


લખનૌ સુપર જાયન્ટ્સ

લખનૌ સુપર જાયન્ટ્સે તેમની ટીમમાં ફેરફાર કયર્િ છે પરંતુ તેમણે કેપ્ટન તરીકે કેએલ રાહુલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આગામી સિઝનમાં કેએલ રાહુલ ટીમની કમાન સંભાળશે.  ટીમ 2024ની સિઝનમાં 24 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામેની મેચથી ડેબ્યૂ કરશે.


રાજસ્થાન રોયલ્સ

આઈપીએલ 2021 પહેલા રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનને ટીમની કમાન સોંપી હતી, તેના નેતૃત્વમાં ટીમે સારું પ્રદર્શન કર્યું છે. ગત સિઝનમાં ટીમે 14માંથી સાત મેચ જીતી હતી. 2024માં ફરી એકવાર સંજુ સેમસનની કેપ્ટનશિપમાં ચેમ્પિયન બનવાનો પ્રયત્ન કરશે.


પંજાબ કિંગ્સ

ગત સિઝનમાં શિખર ધવનને ટીમના કેપ્ટન તરીકે પસંદ કર્યો હતો અને આ વખતે પણ ટીમે તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે ટીમે વાઈસ કેપ્ટન બદલ્યો છે. સેમ કુરન પહેલા ટીમના વાઇસ કેપ્ટન હતા આ વખતે ટીમે જીતેશ શમર્નિે વાઇસ કેપ્ટન બનાવ્યો છે.


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
2022 પહેલા, વિરાટ કોહલીએ આરસીબીની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ફાફ ડુ પ્લેસિસને ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગત સિઝનમાં ફાફના નેતૃત્વમાં ટીમે સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નહોતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application