રાજય સરકારના 15 પ્રવાસનલક્ષી પ્રોજેકટસથી બેટ દ્વારકાના સુવર્ણયુગની પોકારાઈ રહી છે છડી...

  • June 28, 2021 11:27 AM 

સિગ્નેચર બ્રીજ નિમર્ણિથી ટુરીઝમને બુસ્ટઅપ મળશે

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આઇલેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી સાથેની બેઠકમાં બેટ દ્વારકામાં 15, શિયાળબેટમાં ર0 તથા પિરોટન ટાપુમાં 12 જેટલા પ્રવાસનને વેગવંતુ બનાવનારા પ્રોજેકટસની જાહેરાતથી રાજયના ટુરીઝમ ઉદ્યોગને નવી ઉર્જા મળશે.

બેટ દ્વારકામાં એક તરફ બેનમૂન સિગ્નેચર બ્રીજ નિમર્ણિાધીન છે તેની સાથે-સાથે બેટ દ્વારકામાં ઇકો ટુરીઝમ એન્ડ વોટર સ્પોર્ટસ, મરીન ઇન્ટરપ્રીટેશન સેન્ટર, બીચ -ન્ટ ડેવલોપમેન્ટ, લેઇક -ન્ટ ડેવલોપમેન્ટ, ડોફીન વ્યુઇંગ સહિતના પ્રવાસન સુસંગત 1પ જેટલા અલગ-અલગ પ્રોજેકટસ માટે રૂા.ર8.9પ કરોડના વિકાસ કામોની પ્રક્રિયા આગળ વધી હોય આગામી સમયમાં આ પ્રોજેકટસના નિમર્ણિ થયે બેટ દ્વારકાનો સુવર્ણયુગ આવશે.

સ્થાનીય રોજગારીની વિપુલ તકો સર્જાવાની અપેક્ષ્ાિત સ્થિતિ જોતાં દ્વારકા આઇ.ટી.આઇ.માં ટુરીઝન સંલગ્ન કોર્સીસ શરૂ કરાશે જેથી સ્થાનીય રોજગારીને પણ વેગ મળશે. આઇલેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટીની બેઠકમાં આ ત્રણેય ટાપુ વિસ્તારોમાં એડવેન્ચર સ્પોર્ટસ, નેચર રીલેટેડ એકટીવીટીઝ સહિતની પ્રવાસન પ્રવૃત્તિના આકષ્ર્ણિ કેન્દ્રો બનાવવા નિર્ણયો લેવાયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલા ભાજપ અગ્રણી સહદેવસિંહ પબુભા માણેકે આ અંગે જણાવેલ કે બેટ દ્વારકામાં વિકાસલક્ષ્ાી આવનારા પ્રોજેકટસથી દ્વારકા તથા બેટ દ્વારકાના દ્વારકાધીશ મંદિર અને શિવરાજપુર બીચની સાથે સાથે આગામી સમયમાં બેટ દ્વારકાના સર્વાંગી વિકાસના તબકકાવાર આયોજનોથી સમગ્ર ઓખામંડળનો સર્વાંગી વિકાસ થશે.

બેટ દ્વારકામાં વિકાસકાર્યોની હારમાળાની રાજયના મુખ્યમંત્રીની જાહેરાત અંગે દ્વારકા હોટલ એસોસીએશનના પ્રમુખ નિર્મલભાઇ સામાણીએ જણાવેલ કે પહેલાં ગુજરાતમાં આવતા બહારના સહેલાણીઓ માત્ર સોમનાથ, દ્વારકા જેવા પ્રમુખ ધર્મસ્થાનોમાં દર્શનાર્થે ર-3 દિવસનો કાર્યક્રમ ઘડી આવતાં. જયારે આશરે એક દાયકાથી કેન્દ્ર-રાજય સરકારની ટુરીઝમ ડેવલોપમેન્ટને અપાતા પ્રાધાન્યથી રાજયમાં તબકકાવાર ટુરીઝમનો વિકાસ થયો છે. બેટ દ્વારકામાં બનનારા 1પ જેટલા પ્રોજેકટસથી રાજયમાં આવનાર ટુરીસ્ટ હવે સાપુતારાથી બેટ દ્વારકા સુધી 9-10 દિવસનો કાર્યક્રમ ઘડીને આવશે અને બેટ દ્વારકા વિકાસની હરણફાળ સાથે સ્થાનીય રોજગારી વધશે તેમજ રાજયભરમાં ઇકોફ્રેન્ડલી ટુરીઝમની સાથે સાથે પ્રવાસન ક્ષ્ોત્રનો સર્વાંગી વિકાસ થશે.

બેટ દ્વારકાના બેઠકજીના મુખ્યાજી  અતુલભાઇ ભટ્ટે બેટ દ્વારકાના વિકાસલક્ષ્ાી પ્રોજેકટસ અંગે જણાવતાં કહયુ કે બેટમાં આવેલાં બે તળાવનું માઉન્ટ આબુના નકી લેકની જેમ સુદ્રઢ આયોજન હાથ ધરાય તો ગુજરાતમાં જ નકી લેક જેવું બોટીંગ કરી શકાય તેવું રમણીય તળાવ બેટમાં જ સ્થાપી શકાય તેમ છે અને જો આવું થશે તો અહીં આવતાં યાત્રીકો માટે આકષ્ર્ણિનું કેન્દ્ર બની રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS