સોશિયલ મીડિયામાં પ્રાંગરેલો પ્રેમ કયારેક સફળ લગ્ન લ જીવનના પંથે પહોંચે છે તો કયારેક પોલીસ મથક અબે કોર્ટના પગથિયે ચઢાવે છે. શહેરના કાલાવડ રોડ પર રહેતા એક પર પ્રાંતીય પરિવારની ૧૭ વર્ષની સગીર પુત્રીને સોશિયલ મિડિયામાં મારફતે યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ આવતા એકસેપ્ટ કરી હતી અને બંને વચ્ચે વાતચીતનો દૌર શ થયો હતો. યુવક આણંદનો રહેવાસી હતો. દોઢેક મહિનાથી ચાલતી વાતચિત મિત્રતા બાદ પ્રેમમાં પરિણમી હતી. બંને રાજકોટની બહાર વાતચિત કરવાં માટે અગાઉ મળ્યા પણ હતા. છેવટે સગીરા એટલી હદે ઓતપ્રોત થઇ હતી કે, સતત ફોન અને મેસેજના કારણે સગીરાના પરિવારને ખબર પડતા સગીરાએ લ પણ એજ યુવક સાથે કરવાની જીદ પકડતા થાકેલા પરિવારે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરી સમગ્ર વિગત જણાવી હતી અને પુત્રીને સમજાવવા માટેનું કહેતા શહેરની રેસકોર્ષ લોકેશનની ૧૮૧ અભયમ ટીમને ફોન આવતા ટિમ કાલાવડ રોડ પર રહેતા પરિવારના ઘરે પહોંચી સઘળી વિગતો જાણી હતી. અને સગીરાનું કાઉન્સિલિંગ કરી જણાવ્યું હતું કે, લની પુખ્ત ઉમર હજુ ન હોવાથી કાયદાકીય જોગવાઈ મુજબ લ થઈ શકે નહીં. સગીરાના પરિવારે પણ કહ્યું હતું કે, અમે છોકરા વિશે તપાસ કરાવીશું જો પરિવાર ને બધું સાં હશે તો દીકરીની પુખ્ય ઉમર થયે લ કરાવી આપીશુ. આથી સગીરા પણ પરિવાનું કહ્યું માની હતી અને હાલ અભ્યાસ અને કારકિર્દી બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેતા સગીરાએ જીદ છોડી હતી. પરિવારે ૧૮૧ની ટીમનો આભાર માન્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech