તા.૦૧ માર્ચના રોજ સાંજે ૪:૦૦ કલાકથી તા.૨ માર્ચ સાંજે ૬:૦૦ કલાક સુધી લાલપુર બાયપાસ થી મેઘપર પડાણા, સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ, એરફોર્સ ગેઇટથી દિગ્જામ સર્કલ, ખંભાળિયા બાયપાસથી સાત રસ્તા સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે

  • February 28, 2025 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રસ્તાઓ બંધ થતા જાહેર કરવામાં આવેલ વૈકલ્પિક રૂટ વાહનચાલકોએ ઉપયોગમાં લેવાનો રહેશે

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જાહેરનામું બહાર પડાયું

જામનગર તા.૨૮ ફેબ્રુઆરી, આગામી તા.૦૧-૦૨/૦૩/૨૦૨૫ના રોજ ભારતના વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદી જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર હોય આથી તેમના પ્રવાસ રૂટ પર કોઈ પણ જાતની અડચણ ઉભી ન થાય તે માટે તા.૦૧/૦૩/૨૦૨૫ના રોજ સાંજે ૪:૦૦ કલાકથી ૦૨/૦૩/૨૦૨૫ના રોજ સાંજે ૬:૦૦ કલાક સુધી અમુક રસ્તાઓ બંધ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.


ટ્રાફીક જામની સ્થિતિ નિવારવા, ટ્રાફીકને વૈકલ્પીક રસ્તાઓ પર વાળવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા મહાનુભાવની સલામતીની દ્રષ્ટિએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ  બી.એન.ખેર દ્વારા જામનગર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (ખ) અન્વયે તમામ પ્રકારના ભારે વાહનો માટે લાલપુર બાયપાસથી ખંભાળીયા બાયપાસ - નાઘેડી પાટીયા - ગોરધનપર પાટીયા - સરમત પાટીયા -સીક્કા પાટીયા મેઘપર પડાણા ત્રણ રસ્તા સુધી રસ્તો બંધ રહેશે. જેના વૈકલ્પિક રૂટ તરીકે મેઘપર પડાણા ત્રણ રસ્તા – પડાણા - કાનાલુસ ફાટક - સેતાલુસ આરબલુસ - મેઘનું ગામ – પીપળી - ખોજા બેરાજા –ચન્દ્રગઢ - ચંગા પાટીયા ત્રણ રસ્તા - દરેડ ગામ - લાલપુર બાયપાસ તરફનો ડાયવર્ઝન રૂટ ઉપયોગમાં લેવાનો રહેશે.


ટુ/વ્હીલર ફોર વ્હીલર વાહનો માટે સાત રસ્તાથી ટાઉનહોલ સર્કલ સુધીનો રસ્તો બંધ રહેતા વૈકલ્પિક રૂટ તરીકે ઓશવાળ હોસ્પીટલ સર્કલ તરફથી આવતા વાહનો એસ.ટી. ડેપો થઇ તળાવની પાળ-ટાઉન સર્કલ તીનબત્તી થઇ અંબર છત્રી- જી.જી. હોસ્પિટલ તરફનો ડાયવર્ઝન રૂટ તથા વિનુ માંકડના સ્ટેસ્યુ થી તુલશી હોટલ અને તુલશી હોટલથી લાલ બંગલા સર્કલ સુધીના રસ્તાના વૈકલ્પિક રૂટ તરીકે ગુરુદ્વારા સર્કલથી અંબર સર્કલ - ઝુલેલાલ મંદીર - તીનબતી થઇ બેડી ગેઇટ તરફ જવાનો રસ્તો અને તુલસી હોટલથી લીમડાલાઈન તીનબત્તી સુધીના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. 


ચેતક ટ્રાવેલર્સ-મીગ કોલોનીથી પત્રકાર કોલોની સુધીના રસ્તાના વૈકલ્પિક રૂટ તરીકે તળાવના પાછળના ભાગના રોડ પર થઇ જય માતાજી હોટલ તરફ જવાનો રસ્તો, ખંભાળીયા બાયપાસ થી દિગ્જામ સર્કલથી સંતોષી માતાજીના મંદિર - સાતરસ્તા સર્કલ સુધીનો રસ્તો બંધ રહેતા સમર્પણ સર્કલ તરફ આવતા વાહનો માટે ખંભાળીયા બાયપસથી લાલપુર બાયપાસ-સાધના કોલોની- પવનચક્કી તરફનો ડાયવર્ઝન રૂટ તેમજ ખંભાળીયા બાયપાસ-લાલપુર બાયપાસ- ઠેબા ચોકડી-ખીજડીયા બાયપાસ સુધી તથા પંચવટી સર્કલથી સંતોષી માતાજીના મંદીર તરફ આવતા વાહનો માટે સત્યમ હોટલ થી સત્યસાંઇ સ્કુલ-હનુમાન ગેઈટ ચોકી થઈ ગુરૂદ્વારા છત્રી-તુલસી હોટલ-લીમડા લાઇન-તીનબત્તી તરફનો ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યો છે. 


એરફોર્સ ગેઇટ થી મહાકાળી સર્કલ- દિગ્જામ સર્કલ સુધીનો રૂટ બંધ રહેતા ટુ-વ્હિલર/ફોર વ્હિલર વાહનો માટે જોડીયા ભૂંગા-બેડી મરીન પોસ્ટે-પંચવટી બ્રુક બોંડ સર્કલ - ડી.કે.વી. સર્કલ - જી.જી.હોસ્પિટલ – અંબરછત્રી - તીનબત્તી તરફનો ડાયવર્ઝન રૂટ તેમજ અંબર છત્રી થઇ સુભાષબ્રીજ તરફનો રોડ વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે. 


ઈમરજન્સી સેવામાં રોકાયેલ એમ્બ્યુલન્સ, એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ, કાર્યક્રમ અન્વયે ફરજમાં હોય તેવા વાહનો તથા ફાયર સર્વિસ તેમજ સદરહુ રસ્તા પર આવેલ સરકારી વસાહતમાં રહેતા લોકોને ખરાઈ કરી અવરજવર માટે બંદોબસ્ત ઈન્ચાર્જના સંકલનમાં રહી જરૂર જણાયે મુક્તિ આપવાની રહેશે.


કોર્ટ કાર્યવાહી માટે તેમજ લાલ બંગલા સંકુલ આસપાસની સરકારી કચેરીમાં અગત્યના કામે આવતા કર્મચારી/અધિકારી/વકીલો તથા સામાન્ય લોકોની ખરાઇ કરીને અવર-જવરની વૈકલ્પિક રસ્તા પરથી જરૂરી મૂક્તિ આપવાની રહેશે.
​​​​​​​

આ જાહેરનામું તાત્કાલીક અસરથી અમલમાં લાવવું જરૂરી હોય, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૬) ના પરંતુકની જોગવાઈ મુજબ તાત્કાલીક અસરથી અમલમાં લાવવામાં આવે છે. આ હુકમનો ભંગ કે ઉલ્લઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ પગલા લેવા માટે સંબંધિત થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે. તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application