ઘરેથી બહાર બજારમાં જતા આપણી નજર ચટપટા અને મસાલેદાર ખોરાક પર પડી જાય છે અને તેમાં પણ સુપર–ક્રન્ચી સમોસા, આલુ પરાઠા કે સેન્ડવીચ જેવું કંઈક દેખાયા તો મન ચોક્કસ લલચાઈ શકે છે. પણ જો તમારે ખાતરી કરવી હોય કે બટાટાના સ્ટફિંગથી ભારેલો આ ખોરાક ખાવાલાયક છે કે નહી તો ?, કેમ કે ઘણીવાર વેપારીઓ અગાઉ તૈયાર કરેલા આથવા આગળ દિવસે વધી ગયેલા બટાટાના મસાલાનો ઉપયોગ સમોસા અને આલૂ પરોઠામાં કરી નાખતા હોય છે, તો આ સ્થિતિમાં ગુજરાતના વિધાર્થીઓએ વિકસાવેલ એક ઉપકરણ મદદપ સાબિત થઇ શકે છે.
ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગના વિધાર્થીઓ અને વલ્લભ વિધાનગરના એક શિક્ષકે એક ઉપકરણ વિકસાવ્યું છે જે સમોસા અને આલૂ પરોઠાની તાજગીને ટ્રેક કરવામાં મદદ કરશે. દીપ સિંહ અને ખુશવતં રાજપુરોહિત દ્રારા નોડ એમ.સી.યુ. અને બ્લીંક એપનો ઉપયોગ કરીને 'એલઓટી બેઇડ ફડ ટ્રેકિંગ અને મેનેજમેન્ટ સિસ્ટમ' વિકસાવવામાં આવી છે. તેમણે ગુજરાતની સૌથી જૂની ઈજનેરી કોલેજ બિરલા વિશ્વકર્મા મહાવિધાલય ખાતે ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર મયુર સેવકના માર્ગદર્શન હેઠળ આ શોધ કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, વાસી ખોરાક ખાવાથી, ખાસ કરીને બટાટા ભરેલા ખોરાકના કારણે ઘણીવાર ઉલ્ટી, ઝાડા, શરીર પર ફોલ્લીઓ અને ગંભીર ફડ પોઈઝનીંગ થાય છે. આપણે ઘણીવાર લ સમારોહ દરમિયાન મોટા પાયે ફડ પોઈઝનીંગ કિસ્સાઓ જોઈએ છીએ. તેથી, ખાધ ઉત્પાદનોની સલામતી અને ગુણવત્તાની ચિંતા માત્ર કસ્ટમર અને પ્રોડુસર તેમજ નિયમનકારી સંસ્થાઓ સુધી સીમિત નથી, તેમણે વધુમાં જણાવ્યું કે, હાલમાં, બટાટાથી ભરેલા ખોરાક ખાવા યોગ્ય છે કે નહીં તે જાણવાનો એકમાત્ર રસ્તો એ છે કે તેને પરીક્ષણ માટે ફડ લેબોરેટરીમાં મોકલવા. તેથી, અમે આ ઉપકરણ વિકસાવવાનું વિચાયુ જે બધા માટે ઉપયોગી છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, અમે તેને કેસરોલ અથવા નાની ભઠ્ઠી માટે નાના ઉપકરણમાં પણ ફેરવી શકીએ છીએ, જેનું પેપર ઇન્ટરનેશનલ રિસર્ચ જર્નલ આફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી દ્રારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech