ભાણવડમાં સેટ-અપ બોક્સના વિક્રેતા દ્વારા ફ્રી ટુ એર સેટ-અપ બોક્સમાં 29 પેઈડ ચેનલોને વિનામૂલ્યે પ્રસારિત કરવાનું કૌભાંડ ઝડપાયું

  • March 26, 2021 07:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડનો શિક્ષક યુવાન ઝડપાયો: એલસીબી પોલીસની કાર્યવાહી

ભાણવડ પંથકમાં ચોક્કસ દુકાનદાર દ્વારા પોતાના સેટઅપ બોક્સ અંગેના સ્ટોરમાંથી એસેમ્બલ બનાવટના બોક્સ મારફતે ચોક્કસ સોફ્ટવેરને ગેરકાયદેસર રીતે ડાઉનલોડ કરી, સોની ટીવી સહિતની પેઈડ ચેનલો ફ્રીમાં પ્રસારિત કરવા સંદર્ભેનું સમગ્ર કૌભાંડ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસે પકડી પાડ્યું છે. જેમાં સ્થાનિક સ્ટોર સંચાલક અને શિક્ષક એવા એક યુવાનની અટકાયત કરવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ ઉપર જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સૂચના મુજબ એલ.સી.બી. પોલીસે તપાસ પડદો ઊચકાવી, અને સિલસિલાબંધ વિગત ઉપર પ્રકાશ પાડ્યો છે. જેની વિગત મુજબ ભાણવડમાં વેરાડ નાકા બહાર શિવમ પાર્ક સોસાયટી ખાતે રહેતા વિરાગ રણછોડભાઈ વૈષ્નાણી નામના 36 વર્ષના પટેલ શખ્સ દ્વારા પોતાના શિક્ષણના વ્યવસાય સાથે એ ટુ ઝેડ નામના એક સ્ટોર ચલાવી અને સમગ્ર ભાણવડ તાલુકામાં સેટ-અપ બોક્સનું વેચાણ કરવામાં આવતું હતું.

છેલ્લા આશરે બે વર્ષના સમયગાળા દરમિયાન વિરાગ રણછોડભાઈ પટેલ દ્વારા અન્ય શખ્સોની સંભવિત રીતે સંડોવણીથી સોની ટીવીની પેઈડ ચેનલોનું ફ્રી એર ટુ સેટઅપ બોક્સમાં સીસી-સીએએમડી નામનો સોફ્ટવેર ગેરકાયદેસર રીતે ડાઉનલોડ કરી સોની ટીવી સાથે કલર, સ્ટાર વિગેરે ટીવીની પેઈડ ચેનલોનો ફ્રી માં પ્રસારણ કરવામાં આવતું હતું.

આ પ્રવૃત્તિથી આરોપી શખ્સ દ્વારા ટીવી કંપનીઓને આર્થિક નુકશાની પહોંચાડી અને કંપનીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાની ધોરણસર ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે ટાર્ગેટ મીડિયા કંપનીના ચેરમેન તથા ફિલ્ડ ઓફિસરને સાથે રાખીને ભાણવડ ટાઉન વિસ્તારમાં સરકારી હોસ્પિટલ સામે આવેલા એ ટુ ઝેડ સ્ટોરમાંથી પોલીસે ઉપરોકત શખ્સને એસેમ્બલ બનાવટના 136 નંગ સેટઅપ બોક્સ તથા અન્ય ટેકનિકલ પાર્ટ્સ, પેન ડ્રાઈવ, ડોંગલ, મોબાઈલ ફોન વિગેરે સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ સ્થળથી કુલ રૂપિયા એક લાખ વીસ હજાર ચારસો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ પ્રકરણમાં અન્ય શખ્સોની પણ સંડોવણીની પુરી શક્યતા વચ્ચે વધુ તપાસ અર્થે ઉપરોક્ત શખ્સનો કબજો ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.એસ.આઈ. પી.સી. શીંગરખીયા, એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ, દેવશીભાઇ ગોજીયા, સજુભા જાડેજા, કેશુભાઈ ભાટિયા, વિપુલભાઈ ડાંગર, નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, મસરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઇ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા, જીતુભાઈ હુણ તથા વિશ્વદીપસિંહ જાડેજા તથા સાયબર સેલના નરેન્દ્રસિંહ રાઠોડ, ધરણાંતભાઈ બાંધીયા, મુકેશભાઈ કેશરિયા દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS