કોરોનાના દર્દીઓ અને પરિવારજનો માટે વિનામુલ્યે ટીફીનની વ્યવસ્થા

  • May 15, 2021 10:56 AM 

જલારામ સેવા સંસ્થા હાપા અને જામનગર લોહાણા મહાજનના સંયુકત ઉપક્રમે સેવા

જામનગરની લોકપ્રિય એવી જલારામ સેવા સંસ્થા હાપા અને શ્રી જામનગર સેવા લોહાણા મહાજનના સંયુકત ઉ5ક્રમે કોરોનાના દર્દીઓ તેમજ હોમ કવોરોન્ટાઇન થયેલા લોકો માટે ઘરે જમવાનું બનાવવાની વ્યવસ્થા ન હોય તેવા પરિવારજનો માટે જલારામ બાપાની પ્રસાદીપે ટીફીન વ્યવસ્થાનું આયોજન કરેલ છે.

આ ટીફીન નોંધાવવા અને મેળવવા માટે શ્રી જામનગર લોહાણા મહાજનવાડી, પંચેશ્ર્વર ટાવર પાસે, રજીસ્ટ્રેશનની વિગત આગલા દિવસે સાંજે ટીફીન લેવા આવો ત્યારે અને સાંજ માટે સવારે ટીફીન લેવા આવો ત્યારે આપી દેવાની રહેશે, ટીફીન મેળવવાનો સમય બપોરના 12-30 થી 1-30 સાંજે 7 થી 7-45નો રહેશે વધુ વિગત માટે જામનગર લોહાણા મહાજન સંસ્થા ફોન : 0288-2679468 ઉપર સંપર્ક સાધવો તેમ એક યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS