પોરબંદરના શીતલાચોકમાં આવેલા મુખ્ય જલારામ મંદિર ખાતે મેગા મેડિકલ કેમ્પનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યુ છે જેમાં પાંચ દિવસની દવા સહિત સેનેટરી પેડ પણ વિનામૂલ્યે અપાશે.
પોરબંદરનું ગૌરવ ગણાતા આવા સેવાના પરમધામ સમા મુખ્ય જલારામ મંદિર ખાતે આગામી તા. ૨૭-૪-૨૫ ને રવિવારે સવારે ૯ કલાકે જલારામ સેવા મંડળના ઉપક્રમે એક સર્વરોગ નિદાન અને સારવારના મેગા કેમ્પનું આયોજન થયુ છે.જેમાં રોગની તપાસ માટે આવનાર દર્દીઓને તેમના રોગનું નિદાન તેમજ એપછી સારવારના ભાગપે પાંચ દિવસની જરી દવાઓ નિ:શુલ્ક આપવામાંઆવશે. એ ઉપરાંત ડાયાબિટીસની તપાસ, બ્લડપ્રેસરની તપાસ અને લાંબાગાળાના અન્યરોગોની તપાસ તેમજ સારવાર પણ આપવામાંઆવશે. સાથોસાથ બહેનો માટે માહવારી સમયે આરોગ્ય અને સ્વચ્છતા સંદર્ભે અત્યંત આવશ્યક ગણાય તેવા સેનેટરી પેડનું પણ તદ્ન નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે.
આ સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પમાં શહેરના મોટાભાગના તજજ્ઞ તબીબો પોતાની માનદ સેવા આપશે જેમાં એમ.ડી. ડો. સુરેશ ગાંધી, એમ.ડી. ડો. મહેશ દયલાણી, એમ.એસ. ડો. અશોક ગોહેલ, સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. પારસ મજીઠીયા, દાંતના રોગોના નિષ્ણાંત ડો. પરાગ મજીઠીયા, હાડકાના રોગોના નિષ્ણાંત ડો. દિનેશ ભરાડ, ચામડીના રોગોના નિષ્ણાંત ડો. મોના પુરોહિત, બાળરોગ નિષ્ણાંત ડો. જય બદીયાણી, આંખના રોગોના નિષ્ણાંત ડો. યશસ્વિની બદીયાણી, કાન-નાક-ગળાના સર્જન ડો. માલદે ઓડેદરા, જનરલ ફીઝીશ્યન ડો. કૃતિ રાડીયા, સરકારી આરોગ્ય વિભગના ઘનશ્યામભાઇ મહેતા સામેલ છે.
શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ ડો. અનિલભાઇ દેવાણી તથા મેનેજીંગ ટ્રસ્ટી ભાવિકભાઇ દેવાણીની એક યાદી જણાવે છેકે આ તમામ તબીબોની માનદસેવાનો નિ:શુલ્ક લાભ લેવા ઇચ્છુક દર્દીઓએ આગામી તા. ૨૭-૪-૨૦૨૫ અને રવિવારે સવારે ૮ વાગ્યે મુખ્ય જલારામ મંદિર ખાતે સમયસર પહોંચીપોતાનું રજીસ્ટ્રેશન કરાવી લે તેવી અપીલ છે. વળી અન્ય જરિયાતમંદ લોકોને પણ જાણ કરી તેમને પણ પ્રેરણા આપે તેવી ભાવના વ્યકત કરી છે.
ભગવાન કહે છે કે માત્ર મારી અવિરત અને આંખ ભક્તિ કરનાર ભકત જ નહી, પરંતુ મારા અશકત ગરીબ કે નિરાધાર બાળકો સમા મનુષ્યન નિ:સ્વાર્થ ભાવે સેવા કરનાર વ્યક્તિ પણ મને અતિશય પ્રિય છે. આવી વ્યક્તિના માધ્યમથી હું જ પ્રગટ કરતો હોઉં છું’ જરિયાત મનુષ્ય પુષ્પોના જીવનમાં સેવાપી જલ સિંચનાર આવી જ એક પોરબંદરની જાણીતી સંસ્થા એટલે શ્રી જલારામ સેવા મંડળ પોરબંદર દ્વારા સંચાલિત એવુ‘મુખ્ય જલારામ મંદિર’
આ સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રના સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી જલારામબાપાની અન્નસેવાની જ્યોત પ્રજ્વલિત રાખવા કાજે અહીં લગાતાર ભૂખ્યાજનોને જઠરાગ્નિ ઠારવા માટે દરરોજ અન્નક્ષેત્ર ચાલે છે. તેમજ અશકત લોકો માટે ટિફિન સેવા પણ ચાલુ છે. સામાન્ય રીતે હાલ દરરોજ લગભગ સોથી દોઢસો લોકો આ અન્નક્ષેત્રનો લાભ લઇ રહ્યા છે.
વળી, સંસ્થા દ્વારા દરરોજ ચલાવવામાં આવતુ નિ:શુલ્ક દવાખાનુ કે જેમાં અંદાજે દરરોજ પચીસથી ત્રીસ દર્દીઓ સારવાર તેમજ દવાઓનો લાભ લઇ રહયા છે. એની સાથોસાથ અહીં સમયાંતરે ગોઠવવામાં આવતા નેત્રયજ્ઞ કેમ્પમાં આંખના દર્દીઓને સારવાર તથા જરિયાતમંદ લોકોને મોતિયાનું ઓપરેશન પણ તદ્ન નિ:શુલ્ક કરી આપવામાં આવે છે. એક ગણતરી મુજબ અત્યાર સુધી આવા કેમ્પમાં અંદાજે પંદર હજાર જેટલા દર્દીઓ મોતિયાના ઓપરેશનની સેવાનો લાભ મેળવી ચૂકયા છે. તદુપરાંત સંસ્થા દ્વારા અવારનવાર ગરીબ દર્દીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે. જેમા કેમ્પમાં આવતા દર્દીઓને તેમના રોગોની મફત તપાસ તેમજ સારવાર સુધ્ધા કરી આપવામાં આવે છે. ત્યારે આ કેમ્પનો વધુને વધુ લોકો લાભ લે તેવી યાદી પાઠવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનની આગામી ચાર ટ્રિપનું ઉત્તર પ્રદેશમાં માર્ગાંતર
April 19, 2025 03:14 PMછૂટાછેડા થયાના પણ ત્રણ વર્ષ બાદ કરવામાં આવેલી દહેજ ની ફરિયાદથી સુપ્રીમ પણ ચોંકી
April 19, 2025 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech