દ્વારકામાં સોમવારે વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન

  • September 27, 2024 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકામાં આગામી સોમવાર તા. 30મી ના રોજ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત દ્વારકા તથા આસપાસના વિસ્તારના રહીશોની સેવા માટે જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આર.એસ.પી.એલ. વેલ્ફેર ફાઉન્ડેશન (ઘડી ડિટર્જન્ટ ગ્રુપ)ના સહયોગથી વિના મૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સોમવારે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી દ્વારકાની એન.ડી.એચ. હાઈસ્કુલ ખાતે યોજવામાં આવેલા આ કેમ્પમાં સગર્ભા મહિલાઓ તથા બહેનોને લગતી વિવિધ બીમારીઓની તબીબી તપાસ, બાળરોગ, નેત્રરોગ, સહિતના રોગોનું નિદાન તથા સારવાર આપવામાં આવશે. આ સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સહભાગી થવા આર.એસ.પી.એલ. ગ્રુપ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દ્વારકા તથા આસપાસના રહીશોને અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application