રાજકોટ : માનવસેવાના અનેકવિધ કાર્યો કરતું પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ અંતર્ગત આગામી તા.૧૨-૪ને રવિવારે રોજ સવારે ૮-૩૦થી ૧૧-૩૦ દરમ્યાન પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ, કિલ્લ ોલ, ૧-મયુરનગર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (પૂર્વઝોન) સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે ચામડી, દંતરોગ, બાળરોગ, કાન-નાક-ગળાના દર્દો માટે નિદાન તથા જરૂરીયાતમંદ દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ નિ:શુલ્ક દવા વિતરણ તેમજ લેબોરેટરી વિભાગ દ્વારા લોહીની પ્રાથમિક તપાસ કરી આપવામાં આવશે.જે લોકોને કાનમાં બહેરાશ આવી ગઈ હોય, કાનમાં ઓછું સંભળાતું હોય, કાનમાં સાંભળવાનું મશીન લઈ ન શકતા હોય તેવા જરૂરિયાતમંદ દર્દીઓને વહેલા તે પહેલાના ધોરણે વિનામૂલ્યે શ્રવણયંત્ર (બહેરાશમાં ઉપયોગી થતું મશીન) ડોક્ટરની સલાહ મુજબ વિતરણ કરવામાં આવશે તેમજ દર્દીઓને કોઈપણ પ્રકારના ચક્કર આવવાની ફરિયાદ હોય તો તેના માટે ચક્કર (વર્ટીગો) નિષ્ણાંત ડોક્ટર દ્વારા નિદાન કરી આપવામાં આવશે.
આ સિવાય દંતરોગ જેવા કે દાંતનો દુ:ખાવો, પેઢામાંથી લોહી પડવું, મોઢામાંથી દુર્ગંધ આવવી, ડહાપણ દાઢનો દુ:ખાવો જેવા તમામ રોગોનાં નિરાકરણ માટે વિનામૂલ્યે દંતરોગ નિદાન તથા રાહતદરે સારવાર કરી આપવામાં આવશે. ટ્રસ્ટના દંત વિભાગમાં ખુબ જ નજીવા દરે દાંતની દરેક પ્રકારની ઉત્તમ સારવાર કરવામાં આવે છે અને આ કેમ્પના લાભાર્થીઓને એમાં પણ બીજા ૫૦% રાહત આપી કેમ્પની તારીખથી એક અઠવાડિયા સુધી સારવાર કરી આપવામાં આવશે. જરૂરિયાતમંદ દર્દીઓને પોતાના આરોગ્યની સુખાકારી માટે આ કેમ્પનો લાભ લેવા છે પૂજીન વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી મતી એજલિબેન વિજયભાઇ રૂપાણી દ્વારા અપીલ કરવામાં આવેલ છે.આ કેમ્પમાં કાન-નાક-ગળા વિભાગમાં ડો. જતિન મોદી, ડો. નિરવ મોદી, ડો.સેજલમેન ભટ્ટ. ડો.વૈભવ હાપલિયા, વર્ટીગો (ચક્કર) નિષ્ણાંત ડો.દર્શન ભટ્ટ, ચામડી વિભાગમાં ડો.ચેતન લાલસેતા, ડો.પૂજા ભીડોરા, ડો.પ્રિયંકા સુતરીયા, બાળરોગ વિભાગમાં ડો.નિખિલ શેઠ, ડો. અનિલ સાંજવા (પીડીયાટ્રીક સર્જન), દંતરોગ વિભાગમાં ડો.બિંદન શાહ, ડો. પ્રીતેશ વોરા, ડો. બંસી કારીયા, ડો.નેહાંશી રામાનુજ વગેરે નિષ્ણાંત ડોકટરો સેવાઓ અપાશે.ઉપરોક્ત કેમ્પના આયોજનમાં ટ્રસ્ટી અંજલિબેન રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટની મેડીકલ કમિટી મેમર્બ્સ મહેશ ભટ્ટ, ડો. જૈમન ઉપાધ્યાય, ડો.નયન શાહ, દિવ્યેશ અઘેરા, ગીતાબેન બિપીનભાઈ વસા, શૈલેષભાઈ લોટીયા, હરીશભાઈ શાહ, કેતનભાઈ મેસવાની કાર્યશીલ છે.કેમ્પની વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.૦૨૮૧-૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.