જલારામ અન્નપૂર્ણા ગૃહ દ્વારા વધુ એક સેવા પ્રવૃત્તિ
ખંભાળિયામાં આગામી રવિવાર તારીખ 29 મીના રોજ બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી તેમજ બપોરે 3:30 થી સાંજે 7 વાગ્યા સુધી વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
અહીંની જાણીતી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લંડન સ્થિત જયેન્દ્રભાઈ હિંડોચાના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ કેમ્પમાં રાજકોટના જાણીતા હિત એક્યુપ્રેશર સેન્ટરના શ્રી મધુબેન પી. જોશી દ્વારા નિદાન કરવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે નામ નોંધણી ફરજિયાત છે. જેથી શનિવારે તા. 28 મી ના રોજ અત્રે નવી લોહાણા મહાજન વાડી ખાતે સવારે 10 થી 12 તેમાં સાંજે 5 થી 7 વાગ્યા સુધી નામ નોંધાવી જવા આયોજકો દ્વારા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech