ખંભાળિયાની બદીયાણી હોસ્પિટલ ખાતે રવિવારે નેત્ર યજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પ

  • January 24, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં જામનગર માર્ગ પર આવેલી જાણીતી માનવ સેવા સમિતિ સંચાલિત એલ પી બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 26 જાન્યુઆરીના રોજ સવારે 9 થી 11:30 સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ શસ્ત્રક્રિયા કેમ સાથે સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.


દાતા શ્રી સુરેન્દ્રભાઈ તથા શ્રીમતી લલીતાબેન પટેલ (હ. અરવિંદભાઈ બદીયાણી - ટોરેન્ટો કેનેડા) તેમજ દાતાઓના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ કેમ્પમાં રાજકોટની જાણીતી શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલના ડોક્ટરો અને ટેકનીશીયનો તેઓની સેવાઓ આપશે. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને આ સ્થળેથી રાજકોટ લઈ જઈને વિનામૂલ્યે નેત્રમણી સાથેનું ઓપરેશન કરી આપવામાં આવશે.


આ સાથે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પમાં અહીંના નિષ્ણાંત ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા દર્દીઓને તપાસીને દવાઓ આપશે. આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના દર્દીઓને સંસ્થાના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application