જામનગર લોહાણા મહાજન દ્વારા કોરોના વેકસીનેશનનો ફ્રી મેગા કેમ્પ

  • April 02, 2021 10:17 PM 

જામનગર લોહાણા મહાજનના પ્રમુખશ્રી જીતુભાઈ લાલની યાદી જણાવે છે કે વૈશ્વિક મહામારી કોરોના એ હાલના સંજોગોમાં હાહાકાર મચાવેલ છે અને દિન - પ્રતિદિન કોરોનાના કેસ સમગ્ર જામનગર સહીત દેશમાં વધી રહ્યા છે ત્યારે આ વૈશ્વિક મહામારી સામે લડત આપવા આપણે ખુદ જાગૃત બની આપણી ઇમ્યુનિટી સિસ્ટમમાં વધારો કરવો પડે અને તેના માટે વેકસીન એક રામબાણ ઈલાજ છે તે સાબિત થઈ ચૂક્યું છે, દરરોજ હજારો લોકો સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ સફળતાપૂર્વક વેકસીનેશન કરાવી રહ્યા છે ત્યારે જામનગર લોહાણા મહાજન પણ આગામી રવિવાર તા. 4/4/2021 ના રવિવારે જામનગર મહાનગરપાલિકાના સહયોગથી જામનગર શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલ જામનગર લોહાણા મહાજન વાડી, પંચેશ્વર ટાવર પાસે સવારે ૯:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી એક ફ્રી વેકસીનેશન મેગા કેમ્પનું આયોજન કરી રહી છે.

આ રસીકરણ કેમ્પમાં સરકાર દ્વારા સૂચવાયેલ નવા નિયમ મુજબ ૪૫ વર્ષથી ઉપરના કોઈ પણ લોકોને વેકસીનેશનનો લાભ મળશે ત્યારે વધુમાં વધુ લોકો આ ફ્રી વેકસીનેશન કેમ્પનો લાભ લઈ શકે છે. લોહાણા મહાજનના હોદ્દેદારો અને કાર્યકરોની ટીમની આગેવાની હેઠળ યોજાનાર આ મેગા કેમ્પમાં અનુભવી ડોક્ટર્સ સાથેની જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ ખડે પગે હજાર રહેશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

રસીકરણનો લાભ લેવા ઇચ્છુક કોઈપણ વ્યક્તિ પોતાની સાથે પોતાનું આધાર કાર્ડ કે અન્ય કોઈપણ ફોટો આઈ. ડી સાથે રાખવાનું રહેશે. ઉપરાંત આ કેમ્પમાં લાભ લેવા આવનારે સરકારની ગાઈડલાઇન મુજબ સોશ્યલ ડિસ્ટનસીંગના નિયમોનું પાલન કરવાનું રહેશે અને ફરિજિયાત માસ્ક પહેરવાનું રહેશે. વિશેષ માહિતી માટે જામનગર લોહાણા મહાજન વાડી ફોન નં. ૦૨૮૮ - ૨૬૭૯૪૬૮ પર સંપર્ક કરી શકાશે તેમ જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS