લાલવાડી ખાતે વિનામુલ્યે આયુર્વેદિક ઉકાળા વિતરણ

  • May 20, 2021 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ હાલની પરિસ્થિતિમાં આપણાં શહેરમાં લોકલ સંક્રમણ ઘણું જ વધી રહ્યું છે અને આ કોરોનાની વૈશ્ર્વિક બીમારી સામે લડવામાં આપણું આયુર્વેદ ઘણું જ મહત્વપુર્ણ રહ્યું છે. એ વાતને ઘ્યાને લઇને લાલવાડી, જામનગર ખાતે તાજેતરમાં તા.6-5-2021 થી તા.12-5-2021 સવારે 8 થી 10 સુધી, વોર્ડ નં. 11ના કોર્પોરેટર હષર્બિેન હિનલભાઇ વિરસોડીયા, શ્રી ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટ, જામનગર અને ઇસ્ટર્ન રઘુવંશી પરિવારના સંયુકત પ્રયાસ દ્વારા વિનામુલ્યે આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં હાપા માર્કેટ યાર્ડ રોડ પરથી પસાર થતા રાહદારીઓ, લાલવાડી અને આસપાસના વિસ્તારના રહેવાસીઓ તેમજ આમંત્રિતો વિગેરેઓએ આ કાર્યક્રમમાં સહકાર આપ્યો અને ભાગ લીધો છે.

જેના ાટે જામનગર મ્યુનિ. કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તથા વોર્ડ નં. 11ના કોર્પોરેટર તપનભાઇ જે. પરમાર, વોર્ડ નં. 11ના કોર્પોરેટર હષર્બિેન હિનલભાઇ વિરસોડીયા, હિનલભાઇ વિરસોડીયા, વોર્ડ નં. 11ના કોર્પોરેટર તરુણાબેન ભરતભાઇ પરમાર, ભરતભાઇ પરમાર (ફવૃંદાવન ગુ્રપ) વોર્ડ નં. 11ના પ્રમુખ વેલજીભાઇ નકુમ, સેવાભાવી સંસ્થા શ્રી ગંગામાતા ચેરી. ટ્રસ્ટ, જામનગરના ચંદ્રેશભાઇ સોરઠીયા અને ઇસ્ટર્ન રઘુવંશી પરિવારના પ્રમુખ પ્રફુલભાઇ કોટક, ઉપપ્રમુખ શશીકાંતભાઇ ચંદારાણા, મંત્રી કમલેશભાઇ પારેલ, ખજાનચી દિપકભાઇ ચગ, સહ ખજાનચી નયનભાઇ તન્ના, અશ્ર્વીનભાઇ કટારીયા, હરેશભાઇ ઠકરાર, રઘુવંશી વેસ્ટ વીંગના સંજયભાઇ ગઢિયા, મનિષભાઇ ખાખરીયા, સંસ્કારધામ સોસાયટીના ધર્મેન્દ્રભાઇ જેઠવા, નાગમતી ભવનના પ્રમુખ રઝાકભાઇ અને નાનજીભાઇ વિગેરે આ કાર્યક્રમમાં હાજર રહી સફળ બનાવવા માટે મહેનત લીધી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS