દ્વારકામાં યુવાન ઉપર ધોકા વડે હુમલો: મારી નાખવાની ધમકી આપવા સબબ ફરિયાદ

  • September 04, 2021 10:57 AM 

દ્વારકામાં આવેલી દ્વારકાધીશ સોસાયટી ખાતે રહેતા પરસોત્તમભાઈ મૂળજીભાઈ પરમાર નામના 42 વર્ષના યુવાનને આ જ વિસ્તારમાં રહેતા ત્રીકમભાઈ નાથાલાલ પરમાર દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કરી, ફરિયાદી પરસોતમભાઈ તથા સાહેદ તેમના પુત્ર ખુશાલને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ફરિયાદી તથા આરોપી એક જ મકાનમાં ઉપર નીચે રહેતા હોય, ફરિયાદી પરસોતમભાઈનો પુત્ર ખુશાલ તેના ઘરની બાજુમાં આવેલી છીતરી પાસે લઘુશંકા કરતા હોય, આરોપીએ ખુશાલને બેફામ ગાળો કાઢતાં રોકાતા પરસોતમભાઈએ ત્રિકમભાઈને સમજાવવા જતા ઉશ્કેરાઈને ધોકા વડે હુમલો કરી, ઇજાઓ કર્યાનું તથા ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

દ્વારકા પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2) તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS