ભાવનગર જિલ્લાની પવિત્ર તીર્થ નગરી પાલીતાણા ખાતે જૈન દેરાસરના ટ્રસ્ટી સહીત પાંચ લોકોએ કરોડોની છેતરપિંડી કરાયાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી હતી. જૈન તિર્થ નગરી પાલીતાણામાં આવેલી શ્રી શંખેશ્વર પાશ્વનાથ જૈન દેરાસર પેઢીના ટ્રસ્ટીએ મુંબઈમાં રહેતા કેસરીય ત્રણ ટ્રસ્ટી, કેસરીયા ધર્મશાળાના મેનેજર અને ઓડીટ તૈયાર કરનાર ચાર્ટડ એકાઉન્ટન્ટે પુર્વ આયોજીત કાવતરુ રચી કિર્તી સ્તંભ અને દેરાસર બનાવવાનું કામના વાર્ષીક નાણાકીય ઓડીટ રિપોર્ટ ૨૦૧૪-૧૫માં સહી વગરના ખોટા વાઉચર બનાવી સાચા તરીકે ઉપયોગમાં લઈ તેમજ ટ્રસ્ટના રૂા. ૧.૩૯ કરોડ ગેરકાયદે અનઅધિકૃત લોકોને ટ્રસ્ટના નિયમ વિરુધ્ધ આપી ટ્ર્સ્ટ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યા સંદર્ભે ફરીયાદ નોંધાવી હતી. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં વેસ્ટન કોર્ટ, બિજા માળ રહેતા અને પાલીતાણાના શ્રી શંખેશ્વર પાશ્વનાથ જૈન દેરાસર પેઢીના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા સુનીલભાઈ ગુણવંતલાલ શાહએ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં શંખેશ્વર પાશ્વનાથ જૈન દેરાસર પેઢીના ટ્રસ્ટી કમલનયન સોમચંદ મહેતા, રમેશ આઈદનમલજી શાહ, ભીખા એમ. દોશી (રે. તમામ, મુંબઈ સીટી), કેસરીયા ધર્મશાળાના Har મેનેજર હસમુખ મેનેજર અને ઓડીટ તૈયાર કરનાર ચાર્ટડ એકાઉન્ટન્ટ નરેશ એસ. સંધવી વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી કે, શંખેશ્વર પાશ્વનાથ જૈન દેરાસર પેઢીના ટ્રસ્ટી કમલનયન સોમચંદ મહેતા, રમેશ આઈદનમલજી શાહ, ભીખા એમ. દોશી, કેસરીયા ધર્મશાળાના મેનેજર હસમુખ મેનેજર અને શ્રી શંખેશ્વર પાશ્વનાથ જૈન દેરાસર પેઢીના વર્ષ ૨૦૧૪-૧૫નો ઓડીટ રીપોર્ટ તૈયાર કરનારા ચાર્ટર એકાઉન્ટ નરેશ એસ.દોશીએ પુર્વ આયોજીત ગુનાહીત કાવતરુ રચી મળેલી દાનની રકમનો દુરઉપયોગ કરી શંખેશ્વર પાશ્વનાથ દેરાસર પેઢીની પાલીતાણા સ્થિત કેસરીયાજી ધર્મશાળા તેમજ પાલીતાણા ગીરીરાજ પર્વત ઉપર ૬૦૦ પગથીયે કિર્તી સ્થભ તેમજ દેરાસર બનાવવાનું કામના વાર્ષિક નાણાકીય ઓડીટ રીપોર્ટ ૨૦૧૪-૧૫માં સહી વગરના ખોટા કિંમતી બનાવટી વાઉચર નંગ- ૩ કુલ રકમ રૂા. ૩.૬૦ લાખના સહી વગરના ખોટા વાઉચર બનાવી સાચા તરીકે ઉપયોગમાં લઈ તેમજ ટ્રસ્ટના કુલ રૂા. ૧,૩૯,૧૭,૧૨૭ના ગેરકાયદેસર રીતે અનઅધિકૃત લોકોને ટ્રસ્ટના નિયમ વિરુધ્ધ આપી ટ્રસ્ટ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. તેમજ ટ્રસ્ટની પેઢીના ચાર્ટર એકાઉન્ટન્ટ નરેશ સંધવીએ પેઢીના કાયમી નોકર સીએ તરીકે કાર્યરત હોય તેઓ સાથે રહી વાર્ષીક ઓડીટમાં ઉક્ત ટ્રસ્ટીઓ સાથે એપ્રુવ કરાવી ગેરકાયદેસર રીતે વાપરામાં આવેલ રકમને ઓડીટમાં સાચા તરીકે દર્શાવી ગુનાહીત પુર્વ આયોજીત કાવત્રુ રચી ખોટા કિંમતી બનાવટી દસ્તદાવેજો ઉભા કરી ખોટાને સાચા તરીકે ઉપયોગ કરી ટ્રસ્ટની મિલ્કતનો દુર્વીનીયોગ કર્યો હતો. ઉક્ત ફરીયાદ અનુસંધાને પાલીતાણા ટાઉન પોલીસે તમામ સામે ૪૦૩, ૪૦૫, ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૯૫, ૪૬૭, ૪૭૧, ૧૨૦બી, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech