રાજકોટના કારખાનેદાર સાથે નાઈઝીરીયા સરકારના નામે ૨.૧૮ કરોડની છેતરપિંડી

  • September 05, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓનલાઈન ઠગાઈ, સાઈબર ફ્રોડના કિસ્સાઓ વધતા રહે છે. સરકાર તેમજ એજન્સીઓ દ્રારા પણ ફ્રોડથી બચવા જાહેરાતો કરાય છે પરંતુ કયાંકને કયાંક લાલસાએ કે વધુ ધંધા, નફો મેળવવા જતાં આવા સાયબર માફીયાઓ ફાવે છે. રાજકોટના કિચનવેર પ્રોડકટનું કારખાનું ધરાવતા કારખાનેદાર નાઈઝીરીયા ગર્વમેન્ટ સાથે ૩૧ કરોડના કિચનવેર પ્રોડકટ સપ્લાય કરવાના કોન્ટ્રાકટના નામે ૨.૧૮ કરોડ રૂપિયામાં ઓનલાઈન છેતરાયાની એક વર્ષ પુર્વેની ઘટનામાં રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
મવડી વિસ્તારના ઉમાકાંત પંડીત ઔધોગીક વસાહતમાં સામુ ઈન્ડસ્ટ્રીઝના નામે ચમનભાઈ હરખાભાઈ બોરાણીયા (રહે. બ્રહ્મકુંજ સોસાયટી–૨ ૧૫૦ ફત્પટ રીંગરોડ) કિચનવેર પ્રોડકટનું કારખાનું ધરાવે છે. તેમણે વિલીયમ ફેકલીંગ અને ફ્રોડમાં સંડોવાયેલા જે કોઈ હોય તેની સામે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.
ફરિયાદની વિગતો મુજબ ગત વર્ષે તા.૫૬ના રોજ ચમનલાલને વોટસએપ મેસેજ આવ્યો. વિલીયમ ફેકલીંગ તરીકે ઓળખ આપી અને કિચનવેર પ્રોડકટ ખરીદવા સંદર્ભે સંપર્ક કર્યેા. ભેજાબાજ શખસે તેની કંપનીને નાઈઝીરીયા સરકાર સાથે કોન્ટ્રાકટ છે અને નાઈઝીરીયા સરકાર કિચનવેર પ્રોડકટ ખરીદવા ૩૧ કરોડનો કોન્ટ્રાકટ આપ્યો છે. સારો મોટો ધંધો મળશે તેવી રાહે ચમનલાલ ખેંચાયા હતા અને ત્યાર બાદ કારખાના પર આરોપી દ્રારા અલગ અલગ આઈડી મારફતે મેલ આવતા હતા.
કોન્ટ્રાકટ જ મળ્યો હોય અને મોટી ખરીદી કરવાની હોય તે રીતે ઓનલાઈન મેલ વ્યવહારો કર્યા હતા. ચમનલાલ ભરોસામાં આવ્યા હતા. જેથી આરોપીએ સિકયુરીટી પેટે એડવાન્સ ટેકસના નામે ૧૫૦૦૦ ડોલર ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યાર બાદ અલગ અલગ ચાર્જીસ કરાર અને જુદા જુદા ખર્ચ હેઠળ નાણાં માંગતો રહ્યો અને જુદા જુદા એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવતો રહ્યો હતો. નાઈઝર ડેલ્ટા ડેવલપમેન્ટના નામે આરોપીએ ફર્મ ઉભી કરી ઓનલાઈન વ્યવહારો કર્યા હતા. નાઈઝીરીયા ગર્વમેન્ટના પ્રતિનિધિ તરીકે ઓળખ આપતા ચમનલાલ વિશ્ર્વાસમાં આવી ગયા હતા.
બે માસના સમય ગાળામાં ૨.૧૮ કરોડ જેવી રકમ જુદા જુદા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. ત્યાર બાદ કોઈ સંપર્ક થયો ન હતો. અંતે છેતરાયાનો ચમનલાલને ખ્યાલ આવતા ગત વર્ષે તા.૭૮૨૩ના રોજ ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. જે તપાસના એક વર્ષ બાદ હવે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો હતો. નાણાં ટ્રાન્સફર થયા એ ભારતીય બેંક એકાઉન્ટ હોવાની પ્રાથમીક તબકકે પોલીસને જાણકારી મળી છે. ભેજાબાજ આરોપી કોણ ? તે સહિતના મુદ્દે હવે પોલીસ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application