જામનગરમાં કોલસાના વેપારી સાથે ૨૭.૭૫ લાખની છેતરપિંડી

  • April 16, 2021 08:48 PM 

આરોપીઓએ કાવતરું રચી પેઢી બનાવીને પંદર વખત કોલસો ખરીદી હાથ ઊંચા કરી દીધા, ત્રણ સામે પોલીસ ફરિયાદ

જામનગરમાં કોલસાના વેપારી સાથે 27. 75 લાખની છેતરપિંડી થયાની 3 સખસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવતા તપાસ ચલાવવામાં આવી રહી છે. આરોપીઓએ કાવતરાના ભાગરૂપે પેઢી બનાવીને જુદી જુદી રીતે કોલસો ખરીદ કર્યો હતો અને ચેક આપ્યા હતા જે ચેક રિટર્ન થતાં ઠગાઈ થયાનું બહાર આવ્યું હતું.

પોલીસ દફતરેથી જાણવા મળતી વિગત મુજબ જામનગરના સરુ સેક્શન રોડ પર પંચવટી સોસાયટી ખાતે રહેતા ત્રિભોવનભાઈ દામજીભાઈ નડિયાપરા ઉમર વર્ષ 80 નામના વેપારી વૃદ્ધ પોતે એકલા રહેતા હોય અને કોલસાનો હોલસેલનો ધંધો કરે છે, આ વિગતો મેળવીને આરોપી હર્ષિલ દોઢીયાએ પ્લાનિંગ કર્યું હતું. દરમિયાનમાં આરોપી સંદીપ ગજ્જરના નામની આર.કે એન્ટરપ્રાઇઝ નામની પેઢી બનાવી બેંકમાં ચાલુ ખાતું ખોલાવી જીએસટી નંબર તથા સીમ કાર્ડ મેળવી આરોપી નલીને જૂન 2020થી ખરીદી ચાલુ કરી હતી.

શરૂઆતમાં વેપારીના નાણાં ચૂકવી ફરિયાદીનો વિશ્વાસ મેળવી લીધો હતો અને એક માસની શાખ મેળવી તારીખ 23 /7/20 થી તારીખ 21 /8/20 સુધીમાં કુલ પંદર વખત ત્રિભોવનભાઇ પાસેથી કોલસાની ખરીદી કરી હતી.

વેપારી પાસેથી કોલસાની ખરીદી કરી તેની સામે 15 ચેક આપી કુલ રૂપિયા 27 લાખ 75 હજાર 655 ની રકમના ચેક આપ્યા હતા. આ ચેક ફરિયાદી એ બેંકમાં નાખતા ફંડ ના હોવાના કારણે રિટર્ન થતાં ફરિયાદી સાથે ત્રણેય આરોપીઓએ તથા તપાસમાં ખૂલે તે તમામ એ કાવતરું રચીને છેતરપિંડી કરી હતી. ગત તારીખ 10, 6, 2020 થી 25, 7. 2020 દરમિયાન આ બનાવ ઈન્દિરા માર્ગ પેટ્રોલ પંપ થી આગળ ગુજરાત ઇન્ડ. કોલ એન્ડ કોક ટ્રેડર્સ ખાતે બન્યો હતો.

આથી ત્રિભોવનભાઇ નડિયાપરા દ્વારા સીટી-સી ડિવિઝનમાં સંદીપ ગજજર, હર્ષિલ દોઢીયા, નલિન ચૌહાણ તથા તપાસ માફ જે ખૂલે તે તમામની સામે આઇપીસી કલમ 406, 420, 120(બી ) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ સિટી સીના પીઆઇ ગોંડલીયાની સૂચનાથી પી.એસ.આઇ વાઘેલા ચલાવી રહ્યા છે. વેપારી સાથે છેતરપિંડી થયાનું બહાર આવતા ચકચાર વ્યાપી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS