જેમને ફ્રાન્સ જઈને માસ્ટર ડિગ્રી કે પીએચડી બનવાની તમન્ના છે તેવા ભારતીય વિધાર્થીઓએ પોતાનું સ્વપન સાકાર કરવા વધુ રાહ નહી જોવી પડે. ફ્રાંસ સરકાર આવા ભારતીય વિધાર્થીઓને લાખોની શિષ્યવૃત્તિ આપશે. યુરોપ અને ફ્રાંસના વિદેશ મંત્રાલય દ્રારા એફિલ એકસેલન્સ સ્કોલરશિપ પ્રોગ્રામ શ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ સમગ્ર વિશ્વમાંથી ટોચની પ્રતિભાઓને આકર્ષવા માટે શ કરવામાં આવ્યો છે.
જે વિધાર્થીઓ વિદેશમાંથી માસ્ટર ડિગ્રી અથવા પીએચડી કરવા માંગે છે તેમના માટે ગુડ ન્યુઝ સામે આવ્યા છે ,ફ્રાન્સમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવનાર છે . આ શિષ્યવૃત્તિનું નામ 'એફિલ એકસેલન્સ સ્કોલરશિપ પ્રોગ્રામ' રાખવામાં આવ્યું છે. એફિલ એકસેલન્સ સ્કોલરશિપ પ્રોગ્રામ' સમગ્ર વિશ્વમાંથી ટોચની પ્રતિભાઓને આકર્ષવા માટે શ કરવામાં આવ્યો છે. હાલમાં ભારતના લગભગ ૧૦ હજાર વિધાર્થીઓ ફ્રાન્સમાં અભ્યાસ કરી રહ્યા છે. તે જ સમયે, ફ્રાન્સ ઇચ્છે છે કે ૨૦૩૦ સુધીમાં ૩૦ હજાર ભારતીયો ત્યાં અભ્યાસ કરે. આ શિષ્યવૃત્તિ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર જેમ કે જીવવિજ્ઞાન અને આરોગ્ય, ઇકોલોજીકલ ટ્રાન્ઝિશન, ગણિત અને ડિજિટલ અને એન્જિનિયરિંગ સાયન્સ સાથે સંબંધિત વિષયોમાં માસ્ટર ડિગ્રી અથવા પીએચડી કરવા માટે મેળવી શકાય છે.
આ માટે શું શરત છે
આ ઉપરાંત ઈતિહાસ, ફ્રેન્ચ ભાષા અને સભ્યતા, કાયદો અને રાજકીય વિજ્ઞાન અને અર્થશાક્ર અને વ્યવસ્થાપન જેવા માનવતા અને સામાજિક વિજ્ઞાન વિષયો માટે પણ શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે. જો કે, માસ્ટર ડિગ્રી મેળવવા માટે, વિધાર્થીની ઉંમર ૨૭ વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ. અરજી કરતી વખતે અરજદાર ફ્રાન્સમાં અભ્યાસ કરતો ન હોવો જોઈએ.પ્રથમ વખત શિષ્યવૃત્તિ માટે અરજી કરનારા વિધાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ ફ્રેન્ચ સરકારની અન્ય કોઈપણ શિષ્યવૃત્તિ સાથે લઈ શકાતી નથી. ફ્રાન્સમાં રહેતા વિધાર્થીઓ આ માટે એલીજીબલ બનશે નહી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશહેરના કાઠિયાવાડી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ ૨૦થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટી
March 31, 2025 03:16 PMનવીનીકરણ પામેલ મહિલા કોલેજ બગીચાના બ્લોક લોકોને પહોંચાડે છે ઇજા
March 31, 2025 03:15 PMશહેર ભાજપ દ્વારા યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટ સંદર્ભે સંગઠનની બેઠક
March 31, 2025 03:14 PMઆંબલીના ઝાડ નીચેથી સરતાનપરના બે જુગારી આવ્યા પોલીસ પક્કડમાં
March 31, 2025 03:12 PMખેડૂતવાસમાંથી વિદેશી દાનો જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા
March 31, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech