ફ્રાન્સ અને પાકિસ્તાન વચ્ચે કંઈક રંધાઈ છે : તમામ નાગરિકોને અને કંપનીઓને પાછા બોલાવી લેતી ફ્રાંસ સરકાર

  • April 16, 2021 04:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનમાં ફ્રાન્સના દૂતાવાસે ગુરુવારે તેના તમામ નાગરિકો અને ફ્રેન્ચ કંપનીઓને પાકિસ્તાન છોડવા માટે કહ્યું છે. એક ન્યુઝ એજન્સી અનુસાર ફ્રાન્સના દૂતાવાસે કહ્યું છે કે, પાકિસ્તાનમાં ફ્રાન્સના હિતને ગંભીર ખતરાને ધ્યાનમાં રાખીને ફ્રાન્સના નાગરિકો અને કંપનીઓને પાકિસ્તાન છોડવાની સલાહ આપવામાં આવે છે. હાલમાં કોમર્શિયલ એરલાયન્સના માધ્યમથી તમામ નાગરિકોની મુસાફરીનો પ્રબંધ કરવામાં આવશે. ફ્રાન્સના દુતાવાસે તેના તમામ નાગરિકને મેલ માધ્યમથી એડવાઇઝરી મોકલી છે.

 

 

ફ્રાન્સમાં જ્યારે મેગેઝિન શાર્લી હેબ્ડોમાં પૈગમ્બર મહંમદના કાર્ટુન ફરીથી પ્રકાશિત કરવાનું સમર્થન કરવામાં આવ્યું હતું, ત્યારથી પાકિસ્તાનમાં વિરોધી ભાવનાઓ પ્રબળ થઇ છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન તહરીક એલ લબાઈક પાકિસ્તાનના નેતૃત્વમાં ફ્રાંસ સામેનું વિરોધ પ્રદર્શન ખૂબ જ ઝડપી બની ગયું છે. પાકિસ્તાનમાં ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનમાં અનેક લોકોએ તેના જીવ ગુમાવી ચૂક્યા છે.

 

 

ફ્રાન્સની આ એડવાઈઝરી ત્યારે આવી છે, જ્યારે પાકિસ્તાની સરકારે તરહિક એલ લબાઈક સંગઠન ઉપર બેન લગાવવાની વાત કરી. ફ્રાન્સની સંસદમાં ઝડપથી એક બિલને મંજૂરી મળવાની છે. આ બિલમાં કટ્ટરપંથી ઇસ્લામ ઉપર લગામ કસવાની વાત કરવામાં આવી છે. તેમાં ધાર્મિક સંગઠનોના ફંડિંગને લઈને નિયમો આકરા કરવા સુધીના કાયદા બનાવવામાં આવ્યા છે. આ બિલને લઇને પાકિસ્તાનના મુસ્લિમ સમુદાયમાં નારાજગી છે.

 

 

પાકિસ્તાનમાં વિરોધ કરતાં સંગઠનની માંગ છે કે, પાકિસ્તાની સરકાર ફ્રાંસના રાજદૂતને નિષ્કાસિત કરે. સાથે-સાથે તમામ ઉત્પાદનોનો બહિષ્કાર કરે. ઇમરાન ખાનની સરકાર ટીએલપીના દબાણ સામે આ માંગ માટે ઝુકી ગઇ હતી અને તેના માટે સંસદમાં ત્રણ મહિનામાં પ્રસ્તાવ લાવવા માટેનું વચન આપ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application