જામનગર શહેર લાલપુર અને કાલાવડમાં જુગાર અંગે ચાર સ્થળે દરોડા: ૧૮ આરોપી પકડાયા

  • June 21, 2021 11:31 AM 

જામનગર શહેર ઉપરાંત કાલાવડ અને લાલપુરમાં પંથકમાં પોલીસે ગઇ રાત્રે ચાર સ્થળોએ જુગાર અંગે દરોડા પાડયા છે, અને જુગાર રમી રહેલા ૧૮ આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

 જામનગર શહેરમાં પ્રથમ દરોડો ધરાનગર ૧માં રામ મંદિર પાસે પાડયો હતો. જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા અબ્બાસ ઈબ્રાહીમ જુણેજા સહિત ચાર આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૩,૮૫૦ ની રોકડ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. જ્યારે બીજો દરોડો સ્વામિનારાયણ મંદિર પાછળ વાણંદ શેરી માં પાડ્યો હતો, જ્યાંથી જાહેરમાં ચલણી નોટોના નંબર પર જુગાર રમી રહેલા મયુર કિરીટભાઈ માટેલિયા અને મોહમ્મદ અકબર કાદરી ને રૂપિયા ૧,૩૫૦ ની રોકડ સાથે પકડી પાડયા છે.

 જુગાર અંગે નો ત્રીજો દરોડો લાલપુર નજીક મોટી રાફુદડ ગામ માં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા હિતેશ દેવજીભાઈ નેસડીયા સહિત છ આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧,૨૧,૯૨૦ ની માલમતા કબજે કરી છે.

 જ્યારે ઇંગ્લિશ દારૂ અંગે નો ચોથો દરોડો કાલાવડ તાલુકાના વિભાણીયા ગામે પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા સંદીપ મધુભાઈ સોનારા સહિત ચાર આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૭૫૦૦ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS