જામનગર અને લેયારામાં ચાર મહિલા સહિત ૧૭ જુગારી ઝડપાયા

  • April 01, 2021 08:30 PM 

પોલીસે પટમાંથી રોકડ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું

જામનગરના સિદ્ધાર્થ નગર શેરી નંબર એક, જાહેરમાં તીન પત્તી વડે જુગાર રમતી ચાર મહિલાઓ સહિત સાતની રોકડ રકમ 12000 સાથે અટકાયત કરવામાં આવી હતી, જ્યારે સમ્રાટ અશોક નગરમાં ઘોડીપસા નો જુગાર રમતા પાંચ પોલીસની પકડમાં આવ્યા હતા.આ ઉપરાંત લેયારા ગામના પાદરમાં તીનપતીની મોજ માણતા ત્રણ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

જામનગરના સિદ્ધાર્થ નગર શેરી નંબર એકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની હકીકતને આધારે પોલીસે દરોડો પાડીને સિદ્ધાર્થ નગર શેરી નંબર એકમાં રહેતી ભગવતીબા જયેન્દ્રસિંહ જાડેજા, લાલપુરના મેઘપર ગામની મનીષાબા ઉર્ફે મનુબા સુરેન્દ્રસિંહ જાડેજા, આરતી બા વિજયસિંહ કેર, સિદ્ધાર્થ નગર શેરી નંબર એકમાં રહેતી રાધિકાબા જયેન્દ્રસિંહ જાડેજા, ભાણવડના મોટા ગુંદા ગામના વેપારી રાયા કુંભા મસુરા, જામનગર મયુરનગર ના વેપારી ભીમસી અરજણ ભાટીયા, સિદ્ધાર્થ નગર શેરી નંબર એક મા રેતા ભુપેન્દ્રસિંહ ઉર્ફે કિશનસિંહ જયેન્દ્રસિંહ જાડેજાને ગંજી પત્તા વડે જુગાર રમતા રોકડ રૂપિયા 12300 ના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી.

બીજા દરોડામાં જામનગરના અશોક સમ્રાટ નગરમાં દુકાનની બાજુમાં જાહેરમાં ઘોડી પાસવડૅ જુગાર રમતા સમ્રાટ નગર ના ભરત કાશીરામ ગાયકવાડ, નીલકમળની પાછળ રહેતા સંજય જગદીશ ડેરે મરાઠી, અજય અજબરાવ જાદવ, રાજેશ ધનજી પટણી, અને ગોરધન લક્ષ્મણ ઈગળે namana શખ્સોને રોકડ રૂપિયા 5040 સાથે પકડી લીધા હતા.

ત્રીજા દરોડામાં ધ્રોલ તાલુકાના લેયારા પાદરમાં જાંબુડા રોડ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ધ્રોલના મહાદેવ નગરમાં રહેતાં ધીરુ લવજી વાડોદરિયા, લયારા પ્લોટ વિસ્તારમાં રહેતા ઈસ્માઈલ હાસમ ખીરા અને લયારાના માનસિંગ રઘુ વાઘેલાને દરોડા દરમિયાન રોકડા 6900 અને ગંજીપતા સાથે ધ્રોલ પોલીસે દબોચી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS