પોરબંદરનો માછીમારી ઉદ્યોગ સરકારને કરોડો પિયાનું હુંડીયામણ કમાવી આપે છે,આમ છતાં સરકાર તેઓને પાયાની સુવિધા આપવામાં પણ અખાડા કરી રહી છે,મહત્વની બાબત એ છે કે,લકડી બંદરથી સુભાષનગર તરફ જતો રસ્તો સાંકડો અને લાઈટ વિહોણો છે,તેથી અનેક અકસ્માતો સર્જાઈ ચુક્યા છે માટે આ રસ્તાને ફોર ટ્રેક કરવાની માંગણી થઈ છે.પોરબંદરના લકડી બંદરથી સુભાષનગર ઓલ વેધર પોર્ટની જેટી અને જાવર તરફ જતો રસ્તો સિંગલ પટ્ટીનો છે અને આ રસ્તા ઉપર અનેક અકસ્માતો સર્જાઈ ચુક્યા છે,અહીંયાથી મચ્છીના ક્ધટેનરો અને ટ્રક સહિત છકડો રીક્ષા અને અન્ય વાહનોની સતત અવર-જવર રહે છે એટલું જ નહી પરંતુ સુપર ગેસ એજન્સી પણ આ તરફ આવેલી હોવાથી ગેસનું પરિવહન કરતા ૧૬ થી ૨૦ વ્હીલના મોટા ટેન્કરો પણ અહીંયાથી જ પસાર થાય છે. પરંતુ સરકાર દ્વારા આ રસ્તાને પહોળો કરવામાં આવતો નથી. છેલ્લા ઘણા સમયથી આ મુખ્ય રસ્તો ખુબ જ બિસ્માર બની ગયો છે અને ઠેર-ઠેર ગાબડા પડી ગયા છે.અહીંયા વાહનોની સતત અવરજવર રહે છે,માટે હાલમાં આ રસ્તાના ગાબડા પુરવા જોઈએ અને વહેલીતકે તેને પહોળો કરવો જરી બન્યો છે.તે ઉપરાંત અહીંયા રાત્રિના સમયે પણ વાહનોની અવરજવર થાય છે પણ તંત્ર દ્વારા સ્ટ્રીટલાઈટ જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી.રાત્રિના સમયે અનેક અકસ્માતો આ રોડ ઉપર સર્જાઇ ચુક્યા છે,તેથી તંત્રએ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવી પણ ખુબ જરૂરી બની છે.માછીમાર આગેવાનો દ્વારા અવારનવાર આ પ્રકારની રજુઆત થઈ હોવા છતાં સરકાર કયા કારણોસર આંખ આડા કાન કરી રહી છે એ જ સમજાતું નથી.ચુંટણી આવે ત્યારે માછીમારોનો વોટ બેન્ક તરીકે ઉપયોગ કરનાર નેતાઓ પણ આ મુદ્દે વહેલીતકે સરકારમાં રજુઆત કરે તે ઇચ્છનીય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech