લોકોના જીવ જોખમમાં મૂકી બાઇક અને કાર સહિતના વાહનોમાં સ્ટંટ કરનાર સામે પોલીસ ગુના નોંધી રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં યાજ્ઞિક રોડ પર સ્કોર્પિયો કારમાં સ્ટંટ કરતા નબીરા નજરે પડ્યા હતાં. વાયરલ થયેલા આ વીડિયોને લઇ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી આ ચારેય સ્ટંટબાજોને શોધી કાઢી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સોશિયલ મીડિયામાં સ્કોર્પિયો કારમાં સ્ટંટ કરતા હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયો બાબતે ખરાઈ કરતા વીડિયો યાજ્ઞિક રોડ પરનો હોય અને તેમાં અલગ-અલગ કાળા કલરની સ્કોર્પિયો કાર બેદરકારીપૂર્વક ચલાવી રોડ ઉપર પસાર થતા અન્ય રાહદારીની જિંદગી તથા સલામતી જોખમાઈ તે રીતે કાર પૂરપાટ ઝડપે ચલાવી સ્ટંટ કરતા વીડીયોમાં જીજે-36-એફ-0052 નંબર વાળી સ્કોર્પિયો કાર તથા અન્ય સ્કોર્પિયો કારો જોવા મળેલ હોય જે વાયરલ થયેલ વીડિયોમાં સ્ટંટ કરતા ઇસમોને પકડવા માટે ઉપરી અધિકારીએ સુચના આપેલ હોય જે સુચના અન્વયે વીડીયોમાં દેખાતા સ્કોર્પિયો કાર નંબર જીજે-36-એફ-0052ના માલિકની ખરાઈ કરતા આકીબભાઈ યાસીનભાઈ જલવાણી (ઉ.વ.-૨૫ રહે. રામનાથપરા, હુસેની ચોક, કુંભારવાડા મેઈન રોડ, રાજકોટ) વાળો હોવાનુ જાણવા મળેલ હતું.
જેથી કાર માલિકને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી વાયરલ વાડિયો બતાવતા વીડીયોમા પોતાની કાર હોવાનુ જણાવતો હોય અને બાદ વીડીયોમા જોવામા આવતી બીજી અલગ અલગ કાળા કલરની સ્કોર્પિયો કાર બાબતે પુછતા તેના મિત્રો ફરહાદ મહેબુબભાઈ સુમરા, સાહીલભાઈ અયુબભાઈ ટોપા, સેનીફભાઈ રફીકભાઈ સૈયદની સ્કોર્પીયો કાર હોવાનું જણાવેલ હતું.
ત્રણેય સ્કોર્પિયો માલિકની ઓળખ થઈ
ત્રણેય ઈસમોને આકીબે ફોન કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સ્કોર્પિયો કાર સાથે બોલાવી નામની ખરાઈ કરતા સ્કોર્પીયો કાર નંબર જીજે-03-એનપી-0902 નો માલિક ફરહાદ મહેબુબભાઈ સુમરા (ઉ.વ.-૨૪ રહે. રામનાથપરા, હુસેની ચોક) અને ત્રીજી સ્કોર્પિયો કાર જીજે-03-એનપી-0124 નો માલિક સેનીફભાઈ રફીકભાઈ સૈયદ (ઉ.વ.-૧૯ રહે. થોરાળા પોલીસ સ્ટેશનની સામે, મનહર સોસાયટી શેરી નંબર-૬, ભાવનગર રોડ,રાજકોટ) તરીકે ઓળખ થઇ હતી.
રાત્રિના અઢી વાગ્યાની આસપાસ સ્ટંટ કર્યા
બાદમાં ચારેય શખ્સોની પૂછપરછ કરતા આરોપીઓએ કેફીયત આપી હતી કે, ગત તા-૨૪/૦૪/૨૦૨૫ ના રોજ યાજ્ઞિક રોડ ઉપર લગ્નમાંથી જતી વખતે રાત્રિના અઢી વાગ્યાની આસપાસ આર.એમ.સી. ચોક પર ચારેય ઇસમોએ પોતાના હસ્તકની સ્કોર્પીયો કાર ચલાવી સ્ટંટ કરેલ હોવાનું જણાવ્યું હતું. આમ ચારેય વિરૂધ્ધ બી.એન.એસ.ની કલમ ૧૨૫, ૩(૫), ૨૮૧ તથા એમ.વી એકટ કલમ ૧૮૪, ૧૭૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech